
પંચમહાલ જીલ્લાના છારીયા ગામ ખાતે ભારત વિકાસ પરિષદ, ગોધરા દ્વારા પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ પશુપાલકોને તેમના પશુઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસ, સારવાર અને જરી માર્ગદર્શન પૂં પાડવાનો હતો.
મેળા દરમિયાન પશુચિકિત્સકો દ્વારા પશુઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પશુપાલકોને પશુઓના આરોગ્ય, પોષણ અને રોગ નિવારણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ અપાયું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમની મુલાકાત લીધી અને આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રમુખ પટેલે પશુપાલકોને આવી સેવાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ હાજરી આપી હતી અને પોતાના પશુઓની આરોગ્ય તપાસ તથા સારવારનો લાભ લીધો હતો. ભારત વિકાસ પરિષદ, ગોધરા દ્વારા આયોજીત આ સેવા કાર્યને સ્થાનિક લોકો તરફથી સારો આવકાર મળ્યો હતો.