
અમરેલી જિલ્લાના રાજુલા નજીક પરપ્રાંતીય યુવકના મોત બાદ સમગ્ર ઘટના અનેક નવા સવાલો ઊભા કરી રહી છે. ઘટનાના બે નવા વીડિયો, યુવકની રહસ્યમય હિલચાલ અને સિંહોના અસામાન્ય વર્તનને લઈને વન વિભાગ ઝીણવટભરી તપાસ ચલાવી રહૃાું છે.
ગત ૧૫ તારીખે રાત્રે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં બનેલી એક દૃુ:ખદ ઘટનાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. અહીં એક પરપ્રાંતીય યુવક પર સિંહોહુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઘટના બાદ હવે બે અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર કેસ વધુ ચર્ચાસ્પદ અને રહસ્યમય બની ગયો છે.
સામે આવેલા પ્રથમ વીડિયોમાંસિંહ શિકાર કર્યા બાદ મિજબાની માણી રહૃાો હોવાનું જોવા મળે છે. આ વીડિયો ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે ઉતાર્યો હતો. જોકે વીડિયો બનાવનારને પણ એ વાતની જાણ નહોતી કે સિંહ કોઈ પશુનો નહીં પરંતુ એક માણસનો શિકાર કર્યો છે. બીજા વીડિયોમાં એક ટ્રક ચાલક પોતાની ટ્રકની હેડલાઈટ ચાલુ રાખીને આ સમગ્ર દ્રશ્ય લાંબા સમય સુધી નિહાળતો હોવાનું જોવા મળે છે.
માહિતી મુજબ, જ્યારેસિંહ યુવકનો શિકાર કરી રહૃાો હતો ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકે વાહનની હેડલાઈટો ચાલુ રાખી હતી અને અંદૃાજે એક કલાક સુધી આ દ્રશ્ય જોતો રહૃાો હતો. સિંહ શિકાર કરીને ત્યાંથી દૃૂર ગયો ત્યારબાદૃ જ ટ્રક ચાલક પણ ત્યાંથી નીકળ્યો હતો. હાલ વન વિભાગ અને પોલીસે આ ઝ્રઝ્ર્ફ ફૂટેજ કબજે કરીને અલગ-અલગ દશામાં તપાસ શ કરી છે.
મૃતક યુવક મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે આશરે ૧ વાગ્યાની આસપાસ તે એક ખાનગી કંપનીના બેલ્ટ પાસે આવેલા પાનના ગલ્લે પહોંચ્યો હતો. જ્યારેસિંહો હુમલાની ઘટના રાત્રે આશરે ૩ વાગ્યે બની હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે પાનના ગલ્લાથી ઘટનાસ્થળ માત્ર ૫૦૦ મીટર દૃૂર હતું. આ દૃરમિયાનના લગભગ બે કલાક યુવક ક્યાં હતો અને શું કરી રહૃાો હતો તે અંગે વન વિભાગ તપાસ કરી રહૃાો છે.
વન વિભાગના ક્રોસ ચેિંકગ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારના સિંહો એ એક દિવસ અગાઉ જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. સામાન્ય રીતે આ વિસ્તારમાં સિંહો વાહનો અને લોકોની નજીકથી પસાર થતા રહે છે, પરંતુ માનવીઓ પર હુમલો કરવાના બનાવો ખૂબ ઓછા નોંધાયા છે. આવી સ્થિતિમાં આ યુવક પર હુમલો કેમ થયો તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે મૃતક યુવક રાત્રે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ તમામ કડીઓને જોડીને વન વિભાગ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહૃાું છે. અધિકારીનું કહેવું છે કે અમરેલી અને ભાવનગરની બન્ને ઘટનાઓ દૃુ:ખદૃ છે. છેલ્લી િંસહ વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ ૮૯૧ સિંહો નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ ૩૩૯ સિંહો માત્ર અમરેલી જિલ્લામાં વસે છે. સ્થાનિક લોકોના સહકારથી સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. વસ્તી વધતાં સિંહો હવે જંગલની બહારના વિસ્તારોમાં પણ વિચરણ કરતા થયા છે. રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી વિસ્તારને ’કોસ્ટલ કોરિડોર’ તરીકે ઓળખવામાં આવે છે. ટેકનિકલ ભાષામાં તેને ’સેટેલાઇટ પોપ્યુલેશન-૪’ કહેવામાં આવે છે, જ્યાં અંદૃાજે ૯૪ જેટલા િંસહો વસવાટ કરે છે. ઉદ્યોગોના વિકાસ સાથે આ વિસ્તારોમાં માનવ વસ્તી પણ વધી છે, જેના કારણે ક્યારેક આકસ્મિક દૃુર્ઘટનાઓ સર્જાતી રહે છે.