ગોધરા તાલુકાના હારેડા ગામે મુખ્ય નર્મદા કેનાલના રોડ ઉપર તા.૦૩/૦૬/૨૦૨૬ના રોજ ફરિયાદીના પતિનો પુત્ર અને આરોપીની દિકરી વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી ધરેથી ભાગી ગયેલ હતા. જેથી આરોપીએ અમારી છોકરી શોધી આપો હું તમારા ધરને તાળું મારી દઈશ તેવી ધમકી આપી તેમ બધા દવા પી મરી જાઓ તેવી ધમકીઓ આપેલ હોય માનસીક ત્રાસથી થાકી ફરિયાદીના પતિને મનમાં લાગી આવતા ઝેરી દવા પી મરણ ગયેલ હોય આ બાબતે ત્રણ આરોપીઓ વિદ્ધ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંૅધાવા પામી છે.
ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે રહેતા ફરિયાદી હેમાક્ષીબેન યોગેન્દ્રસિંહ રાઉલજીના પુત્ર તેમજ આરોપી નરસિંહભાઈ સોમાભાઈ સોલંકીની પુત્રી વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી ધરેથી ભાગી ગયેલ હતા. જેથી આરોપીઓ કપિલાબેન સોમાભાઈ સોલંકી, યશરાજભાઈ નરસિંહભાઈ સોલંકી, નરસિંહભાઈ સોમાભાઈ સોલંકીએ ફરિયાદીના ધરે આવી જેમફાવે તેમ બોલી ધમકીઓ આપેલ હતી કે, અમને અમારી છોકરી શોધી આપો નહિ તો તમને જીવતા નહિ છોડીએ આરોપી નરસિંહભાઈ સોલંકીએ ફરિયાદીના ધરે જઈ અમારી છોકરી સપનાને શોધી આપો નહિ તો હું તમારા ધરે તાળું મારી ઇઇશ અને શોધી ન આપો તો તમારા ધરના બધા દવા પીને મરી જાઓ તેવી ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીના પતિ યોગેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ રાઉલજીને માનસીક ત્રાસ આપીને પુષ્કળ હેરાન પરેશાન કરી મરવા માટે મજબુર કર્યા હતા. જેને લઈ યોગેન્દ્રસિંહ રાઉલજીને મનમાં લાગી આવતા તા.૩ જુન ૨૦૨૬ના રોજ હારેડા ગામે નર્મદા કેનાલ રોડ ઉપર ૮ જુન ૨૦૨૬ સુધી ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મરણ ગયા હતા. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે મરણજનારને મરવા માટે મજબુર કરવા અને દુષ્પ્રેરણા કરતા ત્રણ આરોપીઓ વિદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.