હાલોલ નગરમાં દુષિત પાણીના સમાચાર ઈન્સ્ટાએપ પર વિડીયો અપલોડ કરી નગરજનોને ગેરમાર્ગે દોરનાર વિરૂદ્ધ ફરિયાદ

હાલોલ પંચવટી નગર બસ સ્ટેન્ડ પાસે આરોપીએ હાલોલ નગરમાં દુષિત પાણીના સમાચાર બનાવીને ઈન્સ્ટાગ્રામ એપ પર વિડીયો અપલોડ કરેલ છે. જે ખોટા અને બનાવટી બનાવી નગરજનોને ગેરમાર્ગે દોરી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

હાલોલ પંચવટી નગર હાલોલ બસ સ્ટેન્ડ પાસે આરોપી દિક્ષીત વરીઆ નામના ઈસમે ઈન્સ્ટાગ્રામની લીંકથી એ.આઈ. વિડીયો અપલોડ કરેલ છે. જે ખરેખર ખોટો અને બનાવટી અને પ્રજામાં ખોટા મેસેજ પહોંચાડી નગરજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને આ રીતે સાર્વજનિક બગાડ થાય તેવા કથનો કરી હાલોલ નગર પાલિકાની છબી ખરડાવવાનો પ્રયાસ કરી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવા પામી છે.