છોટાઉદેપુર પંથકના જંગલોમાં કાળઝાળ ગરમીમાં વન્યપ્રાણીઓ માટે વન વિભાગની બેદરકારીથી હવાડા ખાલીખમ

સમગ્ર રાજય સહિત છોટાઉદેપુર પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ આકરા ઉનાળામાં મનુષ્ય તો ઠીક, પરંતુ જંગલના અબોલા વન્યજીવોની હાલત કફોડી બની છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે છોટાઉદેપુર વન વિભાગની ઘોર બેદરકારી અને લાપરવાહી સામે આવી છે. જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા માટે વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા પાણીના હવાડા(કૃત્રિમ હવાડા)હાલ તદ્દન ખાલીખમ ભાસી રહ્યા છે. જેને કારણે વન્ય જીવોના જીવ જોખમમાં મુકાયા છે. પાણીની શોધમાં હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ વળે તેવી ભિતી છે. સ્થાનિકો અને વન્ય જીવ પ્રેમીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર નજીક આવેલા ચેથાપુરના જંગલ વિસ્તારમાંથી કાળજુ કપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહિં વન્ય જીવો માટે અગાઉ લાખો ‚પિયાના ખર્ચે બનાવેલા પાણીના અનેક હવાડાઓ પાણી વિના સુકાભઠ્ઠ પડ્યા છે. તિવ્ર ગરમીમાં જયારે પક્ષીઓ અને પ્રાણીઓને પાણીની સોૈથી વધુ જ‚ર હોય છે. ત્યારે જ વન વિભાગે આ હવાડાઓ તરફ આંખ આડા કાન કર્યા છે.ચેથાપુરના જંગલમાં પાણી વિનાના ખાલી હવાડાના વીડિયો અને તસ્વીરો સામે આવતા જ વન વિભાગની કામગીરી અને તેની િ૫્ર-મોન્સુન કે ઉનાળાની યોજનાબદ્ધ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. છોટાઉદેપુરનો જંગલ વિસ્તાર રીંછ, દિપડા, રોઝ(નીલગાય), હરણ જેવા દુર્લભ અને હિંસક વન્ય જીવોને કુદરતી આવાસ સ્થાન છે. ઉનાળાની શ‚આત થતાં જ કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જતા હોય છે. જેના કારણે આ પ્રાણીઓ સંપુર્ણપણે વન વિભાગ દ્વારા ભરાતા કૃત્રિમ હવાડા પર નિર્ભર રહે છે. પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ અબોલ પ્રાણીઓ પાણીના ટીપા માટે વલખા મારી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ ભય વ્યકત કર્યો છે કે, જો જંગલની અંદર સમયસર પાણી પુ‚ પાડવામાં નહિ આવે તો તરસ્યા વન્ય જીવો પાણી અને ખોરાકની શોધમાં જંગલની સરહદ છોડીને નજીકના ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારો તરફ સ્થળાંતર કરશે. દિપડા કે રીંછ જેવા હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચઢશે તો માનવ જીંદગી પર મોટુ સંકટ આવી શકે છે. અને માનવ-વન્યજીવ સંઘર્ષન્ી ધટનાઓ આકાર લઈ શકે છે.આ ગંભીર પરિસ્થિતિને પગલે ચેથાપુર અને આસપાસના ગ્રામજનો તેમજ વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરી છે.