ગોધરા ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં વડાપ્રધાનના ૧૨ વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ રજૂ કરાઈ

પંચમહાલ જીલ્લા ભાજપ કાર્યાલય, શ્રી કમલમ, ગોધરા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ ‘૧૨ વર્ષ વિશ્ર્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ કાર્યક્રમ અંતર્ગત યોજાઈ હતી.

આ પત્રકાર પરિષદમાં પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, જીલ્લા સંગઠન પ્રભારી હર્ષદ વસાવા, ગુજરાત પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, રાજ્યસભાના સાંસદ ડો.જસવંતસિંહ પરમાર, પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ ભાજપ સંગઠનના મહામંત્રી કુલદીપસિંહ સોલંકી અને ૫ જૂનથી ૨૧ જૂન સુધી ચાલનારા કાર્યક્રમના ઇન્ચાર્જ ડો.યોગેશ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત અગ્રણીઓએ પત્રકારોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ, વિશ્ર્વાસ અને જન કલ્યાણના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે સૌથી વધુ દિવસો પૂર્ણ કરવા બદલ તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. દેશના સર્વાંગી વિકાસની સાથે પંચમહાલ જીલ્લામાં થયેલા નોંધપાત્ર વિકાસ કાર્યોની પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેની વિગતવાર માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.