સંખેડા-બહાદરપુર ડાયવર્ઝન પર બે દિવસથી ટ્રક બગડી જતાં વાહનચાલકોને હાલાકી

સંખેડા-બહાદરપુર ડાયવર્ઝનના ઢાળ પર છેલ્લા બે દિવસથી એક બગડેલી ટ્રક પડી રહી છે. આના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

આ ડાયવર્ઝન સંખેડાથી બહાદરપુર તરફ જતો મુખ્ય માર્ગ છે. અહીંથી દરરોજ રેતી ભરેલી ટ્રકો, ટ્રેક્ટર અને અન્ય ટ્રાન્સપોર્ટના હજારો વાહનો પસાર થાય છે. ડાયવર્ઝન પર રસ્તો સાંકડો હોવાથી, બગડેલી ટ્રકના કારણે એક જ લેનમાંથી સામસામે વાહનો પસાર થવાની ફરજ પડી રહી છે. આ સ્થિતિ ગંભીર અકસ્માત નોતરી શકે છે તેવી ભીતિ વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે.

વાહનચાલકોએ સંબંધિત તંત્ર સમક્ષ તાત્કાલિક આ બગડેલી ટ્રકને હટાવી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે. આનાથી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના ભયને ટાળી શકાય.