
જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો ગરમાવો જોવા મળવાનો છે. મહાનગરપાલિકાના સર્વોચ્ચ અને મહત્વના પદો માટેની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આગામી ૨૬ મેના રોજ જામનગર શહેરને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળવા જઈ રહૃાા છે. આ મહત્વના પદોની વરણી માટે આગામી ૨૬મી તારીખે મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા (જનરલ બોર્ડ) બોલાવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયા દ્વારા આ ખાસ સામાન્ય સભા યોજવા માટેનો સત્તાવાર એજન્ડા જાહેર કરી દૃેવામાં આવ્યો છે. એજન્ડા જાહેર થતાની સાથે જ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે અને વિવિધ પદો માટે દાવેદારોએ પોતાની ગોઠવણ અને લોિંબગ તેજ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ ૬૪ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને ૬૦ બેઠકો પર ભવ્ય અને પ્રચંડ જીત મળી છે. જ્યારે બીજી તરફ વિપક્ષમાં આમ આદમી પાર્ટીને ફાળે ૨ બેઠકો અને કોંગ્રેસને પણ માત્ર ૨ બેઠકો જ મળી છે.
સદૃનમાં ભાજપ પાસે ૬૦ કોર્પોરેટરો સાથે બહુમતી કરતાં પણ ઘણું વધારે સંખ્યાબળ હોવાથી, આ ચૂંટણી માત્ર ઔપચારિકતા બની રહેશે અને ભાજપ જે પણ નામો નક્કી કરશે તેઓ જ આ પદૃો પર બિરાજમાન થશે તે નિશ્ર્ચિત છે. જોકે, પક્ષમાં આંતરિક રીતે કોને તક આપવી તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે. પ્રદૃેશ નેતાગીરી દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા જેવા પદૃો માટે કયા નામો પર મહોર મારવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
કુલ ૬૪ બેઠકોમાંથી ૬૦ બેઠકો શાસક પક્ષ ભાજપ હસ્તક હોવાથી નવા સુકાનીઓની પસંદગી સંપૂર્ણપણે ભાજપ હાઈકમાન્ડની ’સેન્સ’ અને ’મેન્ડેટ’ (પક્ષનો સત્તાવાર આદૃેશ) પર નિર્ભર રહેશે. ૨૬ મેના રોજ સામાન્ય સભા શ થતાં પૂર્વે જ આ નામોના સીલબંધ કવર ખુલશે.
જામનગર મનપાના નવા કમિશનર દૃીપેશ કેડિયાએ હાલમાં જ પદૃભાર સંભાળ્યો છે, અને કાર્યકાળની શઆતમાં જ આ ખાસ જનરલ બોર્ડનું આયોજન તેમના માટે વહીવટી ષ્ટિએ મહત્વનું સાબિત થશે. કમિશનર કચેરી દ્વારા સામાન્ય સભાના એજન્ડાની નકલો તમામ ચૂંટાયેલા સભ્યોને મોકલી આપવામાં આવી છે.
આ ચૂંટણી બાદ જામનગર શહેરના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા શહેરીજનો રાખી રહૃાા છે. ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની સમસ્યા, ચોમાસા પૂર્વેની પ્રી-મોન્સૂન કામગીરી અને શહેરના ટ્રાફિક તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રશ્ર્નો નવા આવનારા પદાધિકારીઓ માટે મુખ્ય પડકાર રહેશે. ૨૬ મેના રોજ સવારે યોજાનારી આ સામાન્ય સભામાં જામનગરના નવા ’નાથ’ કોણ બનશે તે પરથી રહસ્ય પરથી પડદૃો ઊંચકાશે.