
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના એક અંતરિયાળ વિસ્તારની વિદ્યાર્થીનીએ પોતાની મહેનત અને લગનથી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. શ્રી સાર્વજનિક નવયુવક પ્રગતિ મંડળ સંચાલિત સ્વ. કે. એન. અમલીયાર માધ્યમિક હાઈસ્કૂલ (કામાવીરા ) ની વિદ્યાર્થીની ચૌહાણ હેવ્યાંશી પંકજભાઈએ ધોરણ-10 (SSC) બોર્ડની પરીક્ષામાં શાનદાર દેખાવ કર્યો છે હેવ્યાંશીએ આ પરીક્ષામાં 98.38 પર્સન્ટાઈલ રેન્ક અને 93.66% ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે.
તેની આ સફળતાની વિશેષતા એ છે કે તે અભલોડ કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવી છે. અને ગરબાડા તાલુકામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે મહીસાગર જિલ્લાના સંતરામપુરના મૂળ નિવાસી અને હાલ ગરબાડા પંથકમાં અભ્યાસ કરતી હેવ્યાંશીએ પોતાના પરિવારની સાથે સાથે શાળાનું પણ ગૌરવ વધાર્યું છે. આ સફળતા પાછળ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય શ્રી પલાસ નગરસિંગ જોખાભાઈ અને શાળાના શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન તેમજ હેવ્યાંશીની રાત-દિવસની મહેનત જવાબદાર છે.