કાલોલ તાલુકાના સુરેલી જીલીયા ફળિયામાં રેહતા નયનાબેન પ્રદિપસિંહ સામંતસિંહ ચૌહાણ એ નોંધાવેલ ફરિયાદ મુજબ નયનાબેનનો છોકરો વિવેક બપોરના સમયે મેચ રમવા માટે ગયેલો અને તેની બાજુમાં આવેલ અરવિંદભાઇ હેમાભાઇ ચૌહાણનું બાજરીવાળું ખેતર હોય વિવેક બોલ લેવા જતા આરોપીએ વિવેકને મારી બાજરી બગાડે છે, તેમ કહી ગાળો બોલી માથામાં લાકડું મારી ઇજા કરેલ જે બાબતે સમાધાનની વાતચીત ચાલતી હતી. તે દરમ્યાન નયનાબેનનો છોકરો વિવેક સુરેલી ગામે દુધ ભરી ધરે આવતો હતો, તે વખતે રસ્તામાં આરોપી જગદીશભાઇ અરવિંદભાઇ ચૌહાણ ઉભેલ હોય અને વિવેકને રોકી બપોરના ઝઘડાની અદાવત રાખી વિવેકને માથામાં લોખંડની પાઇપ મારી ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. એક બીજાને મદદગારી કરી જાહેર નામાનો ભંગ કરતા વેજલપુર પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ-115(2),352, 351(2),54 તથા જીપી.એકટ કલમ 135 મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.