રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે સમાજના તમામ વર્ગો તરફથી સંકલિત પ્રયાસોની જરૂર છે: રાજનાથ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટીય સુરક્ષા અંગે એક મુખ્ય નિવેદન આપતા કહ્યું કે તે ફક્ત સૈન્યની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. તેમણે ભાર મૂક્્યો કે દેશની સુરક્ષાની સાચી તાકાત લોકોની એકતા, શિસ્ત અને જાગૃતિમાં રહેલી છે. સંરક્ષણ મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે સરકાર રાષ્ટીય સુરક્ષા સંબંધિત કોઈપણ મુદ્દા પર સમાધાન કરતી નથી.

યુદ્ધ નાયકો અને બહાદુર મહિલાઓના સન્માન માટે લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વૈશ્વક અનિશ્ચિતતાના વર્તમાન યુગમાં કોઈ પણ વ્યક્તિ નિષ્ક્રય રહી શકે નહીં. ભારતની સરહદો જાતા, દેશ અનેક દુશ્મન દળોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં, દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તવું જાઈએ.

તેમણે લોકોને કાયદાનું પાલન કરવા, અફવાઓ અને ખોટી માહિતીથી દૂર રહેવા અને રાષ્ટીય હિતને વ્યક્તિગત હિતોથી ઉપર રાખવા અપીલ કરી. રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે દેશ અનેક દુશ્મન શક્તિઓથી ઘેરાયેલો છે, ત્યારે સમયની જરૂરિયાત એ છે કે દરેક સંસાધનનો યોગ્ય અને શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે સમાજના દરેક વર્ગે રાષ્ટીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવું જાઈએ.

માહિતીના મહત્વ પર બોલતા, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજના સમયમાં, માહિતી એકશક્તિશાળી હથિયાર બની ગઈ છે. ખોટી માહિતી અને અફવાઓ સમાજમાં અસ્થિતિતા પેદા કરી શકે છે. મીડિયાની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા, તેમણે કહ્યું કે મીડિયાએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જાઈએ અને જનતાને માત્ર સચોટ માહિતી પૂરી પાડવી જાઈએ. તેમણે ચેતવણી આપી હતી કે સનસનાટીભર્યા વાતાવરણ બનાવવાની દોડમાં રાષ્ટીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ખોટી રીતે રજૂ કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે.

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર સૈનિકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તે જ સમયે તે સૈન્યને મજબૂત બનાવવા માટે આધુનિક  અને ટેકનોલોજી પર પણ ભાર મૂકી રહી છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતનું સંરક્ષણ ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧.૫૧ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સંરક્ષણ નિકાસ ૩૮,૪૨૪ કરોડ હતી, જે પાછલા વર્ષ કરતાં ૬૨.૬૬ ટકા વધુ છે. સરકારે ૨૦૨૯-૩૦ સુધીમાં સંરક્ષણ નિકાસ ૫૦,૦૦૦ કરોડ સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન, પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવ સહિત અનેક બહાદુર સૈનિકો અને શહીદોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેમની બહાદુરીની વાર્તાઓ યુવાનોને પ્રેરણા આપે છે અને દેશભક્તિ, હિંમત અને બલિદાનની ભાવનાને મજબૂત બનાવે છે.