ગઠબંધન વિવાદની અટકળો વચ્ચે, ભાજપે પુડુચેરીમાં એનઆર કોંગ્રેસ સાથે સમજૂતી કરી છે

ગઠબંધનના મતભેદના અહેવાલો વચ્ચે, ભાજપે પુડુચેરીમાં તેના એનડીએ ગઠબંધનને મજબૂત બનાવ્યું છે, અને હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે એનઆર કોંગ્રેસ પુડુચેરીમાં એનડીએનું નેતૃત્વ ચાલુ રાખશે. ગુરુવાર સાંજ સુધી, એવી અટકળો ચાલી રહી હતી કે રંગાસ્વામી એનડીએ છોડીને અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકે સાથે જાડાણ કરશે.

ભાજપે તાત્કાલિક ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ખાસ ફ્લાઇટમાં પુડુચેરી મોકલ્યા, અને એવું લાગે છે કે તેઓ રંગાસ્વામીને મનાવવામાં સફળ રહ્યા હતા. એનઆર કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી એન. રંગાસ્વામી આજે પોતાનું નામાંકન દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રંગાસ્વામી આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે.

દરમિયાન, કોંગ્રેસ અને ડીએમકે પણ તેમના જાડાણને લઈને વિવાદમાં ફસાયેલા છે. દર વખતેની જેમ, કોંગ્રેસ પુડુચેરીમાં સેક્્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સનું નેતૃત્વ કરવા માંગે છે, પરંતુ આ વખતે ડીએમકેએ આગ્રહ રાખ્યો છે કે તે તમિલનાડુની જેમ પુડુચેરીમાં પણ ગઠબંધનનું નેતૃત્વ કરશે. સોમવાર પુડુચેરીમાં નામાંકન માટેનો છેલ્લો દિવસ છે. ડીએમકે સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન આજે અથવા કાલે પુડુચેરીમાં ગઠબંધન અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

નોંધનીય છે કે એન. રંગાસ્વામીની પાર્ટી, ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ, ૧૫ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી. એન. રંગાસ્વામીએ ૭ ફેબ્રુઆરી, ૨૦૧૧ ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થઈને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસની રચના કરી હતી. એન. રંગાસ્વામી હાલમાં પુડુચેરીના મુખ્યમંત્રી છે.