
ગોધરાના મહુલીયા ચોકડી પાસે ઈકો વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યાછે.
ગોધરા તાલુકાના આંગળીયા ગામના રહિશ અલ્પેશભાઇ મોહનભાઇ શાકભાજી લેવા માટે મહુલીયા ગામે ગયેલ હતા અને શાકભાજી લઈને ધરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ઈકો ગાડીના ચાલકે બાઈકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક અલ્પેશભાઇને મોઢાના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત યુવકને દવા સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.