
મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તથા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના ઘટક-૨ માં તેડાઘર બહેનો માટે રસોઈ શો તથા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન તેડાઘર બહેનો ને આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં રહેલા દૈનિક મેનુ મુજબ સવારના નાસ્તા તેમજ બપોરના ભોજનની વિવિધ વાનગીઓ તૈયાર કરી તેનું પ્રાયોગિક ડેમો આપવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ તેડાઘર બહેનો દ્વારા સ્વયં વાનગીઓ બનાવી પ્રાયોગિક તાલીમ પ્રાપ્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત તેડાઘર બહેનોને પોષણયુક્ત આહાર, સ્વચ્છતા તથા આરોગ્ય અંગે તેમજ સુપોષિત દાહોદ અંતર્ગત આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની તેડાઘર બહેનોની ફરજો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં લીમખેડા બાળ વિકાસ યોજના અધિકારી ,મુખ્ય સેવિકા,પ્રિ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તેમજ બ્લોક કોઓર્ડિનેટર (ગગખ) તેમજ તેડાઘર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.