
ફેમા કેસમાં પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેમના પુત્ર રણિન્દર સિંહને સમન્સ જારી કર્યા પછી તરત જ એક મોટું વહીવટી પગલું લેવામાં આવ્યું છે. સમન્સ જારી કરનાર ઈડ્ઢના એડિશનલ ડિરેક્ટર રવિ તિવારીને જલંધરથી ચેન્નાઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈડ્ઢની કાર્યવાહીને લઈને રાજકીય તણાવ પહેલાથી જ વધી રહ્યો છે. આ ટ્રાન્સફરથી પંજાબના રાજકારણમાં નવો હલચલ મચી ગઈ છે.
રવિ તિવારી એ જ અધિકારી છે જેમણે તાજેતરમાં કેપ્ટન અમરિંદર સિંહ અને તેમના પુત્રને નોટિસ ફટકારી હતી. જાલંધર ઝોનથી ૨૭૧૦ કિલોમીટર દૂર ચેન્નાઈમાં તેમની બદલી થવાથી રાજકીય વર્તુળોમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એટલી અચાનક હતી કે તેનાથી એજન્સીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં, આ ટ્રાન્સફરના કારણ અંગે ઈડ્ઢ કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
ઈડીએ બંનેને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ સંબંધિત જૂના કેસમાં હાજર થવા માટે નોટિસ જારી કરી હતી. સમન્સથી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ હતી, અને કાર્યવાહી શરૂ થયાના થોડા સમય પછી અધિકારીની બદલી થતાં ઘટનાઓએ નવો વળાંક લીધો.
કેપ્ટન અમિંરદૃર િંસહે ઘૂંટણના દૃુખાવાને કારણે થોડા દિૃવસ પહેલા ફોર્ટિસ હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી અને હજુ પણ દૃાખલ છે. દૃરમિયાન, હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજે તેમની મુલાકાત લીધી હતી. પંજાબ ભાજપ સંગઠન મહાસચિવ શ્રીનિવાસુલુએ પણ હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી.
રાજકીય સૂત્રો સૂચવે છે કે કેપ્ટન અમિંરદૃર િંસહે ભાજપમાં તેમની સ્થિતિ અને પંજાબમાં પાર્ટીની વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના પ્રશ્ર્નો પછી તરત જ, કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લેવામાં આવતી કાર્યવાહી અંગે અટકળો તેજ થઈ ગઈ છે.