વાંસદામાં ૧૪ ફેબ્રુઆરીએ ભવ્ય આદિવાસી સંમેલન, સાંસદ ધવલ પટેલે જનતાને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આગામી ૧૪ ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ભવ્ય ‘આદિવાસી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. વલસાડ લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ ધવલ પટેલે આ સંમેલનને લઈને જનતાને એક ખાસ સંદેશ પાઠવી મોટી સંખ્યામાં ઉપસ્થિતિ  રહેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.

સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ સંમેલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ આદિવાસી સમાજની એકતા અને ગૌરવનું પ્રતીક છે. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરી તેની ઉજવણી કરવાનો છે. આ સાથે જ આ સંમેલન દ્વારા સમાજના હિત અને આગામી સમયમાં થનારા વિકાસના કામો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે તેમજ આદિવાસી સમાજમાં ભાઈચારો અને સંગઠન શકિત  મજબૂત બને તે માટે એકતાનો સંદેશ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ખાસ કરીને આદિૃવાસી સમાજની પરંપરાગત વાનગીઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને આદિૃવાસી ભોજનનો સ્વાદૃ માણવા મળશે, જે આ સંમેલનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે.ધવલ પટેલે વાંસદૃા અને વલસાડ લોકસભા ક્ષેત્રના તમામ સમાજ સુધારકો, આગેવાનો અને નાગરિકોને અપીલ કરી છે કે આ કાર્યક્રમને સફળ બનાવે.