દે.બારીયા શહેરના ખોખા બજારમાં પાણીની પાઈપ લીકેજનું રીપેર કાર્ય કરાયા બાદ પણ ખાડાનું પુરાણ બાકી રાખ્યું ???

દે.બારીયા નગર પાલિકાના દ્વારા વોટર્સ વર્ક શાખાના પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણનું રીપેરીંગ કાર્ય કરાયા બાદ પણ તે ભંગાણના કારણે મસમોટો ખાડાનુ પૂરણ કયારે અને કોણ કરશે તે યક્ષ પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્તાહ પંચમહાલ સમાચાર દૈનિક એક અહેવાલ પ્રસિદ્ધ થયેલો તેના ઈમ્પેકટથી તેજ દિવસે પાઈપના લીકેજનું કાર્ય કરી દેવામાં આવ્યા હતા. જે ભંગાણ થી ખાડો પડી ગયો હતો તે ખાડાનું પૂરાણનું કાર્ય કેમ બાકી રાખ્યું છે. તે મસમોટા ખાડામાં બાઈક સવાર અથવા રાહદારી અવર જવર કરતી આમ જનતા ખાડામાં ખાબકે તે પહેલા મસમોટા ખાડાનું પૂરાણ કયારે થશે તે લાગતા વળગતા પાલિકાના સત્તાધિશો જેમાં આ વિસ્તાર પાલિકાના પ્રમુખનો વિસ્તાર ગણાય છે. તેમ છતાં આ મસમોટા ખાડા૧૦-૧૫ દિવસથી પડી ગયા હોય તો પ્રમુખના વિસ્તાર તો શું ? આખા શહેરમાં ગમે તે વિસ્તાર અથવા વોર્ડમાં ખાડા પૂરવા જોઈએ. કોઈને શારીરિક નુકશાન પહોંચાડે તે પહેલા ખાડાનું પૂરાણ થશે ? તે આવનારો સમય બતાવશે.