દેહરાદૂન માં ભારે વરસાદ કેદારનાથ ધામ સહિત ઊંચા શિખરો પર બરફવર્ષા, ભારે ઠંડી

ઉત્તરાખંડ માં હવામાન બદલાતાની સાથે, રાજધાની દેહરાદૂન માં ભારે વરસાદ પડ્યો, જ્યારે કેદારનાથ ધામ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા તીવ્ર ઠંડીનું કારણ બની રહી છે. હવામાન વિભાગે આજે રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

ગઈકાલે મોડી રાતથી કેદૃારનાથ ધામની આસપાસના પર્વતોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. જ્યોતિર્મઠ વિસ્તારમાં પણ હવામાન બદૃલાયું છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ભારે ઠંડી પડી છે. મંગળવારે ફરી એકવાર હવામાને પલટો લીધો. આકાશ વાદૃળોથી ઢંકાયેલું હતું અને ઊંચા શિખરો પર હિમવર્ષા શ‚ થઈ હતી. ‚પકુંડ, નંદૃા ઘુઘુટી અને ત્રિશૂલમાં સતત હિમવર્ષા ચાલુ રહી.

હવામાન વિભાગે આજે, ૨૭ જાન્યુઆરીએ દૃહેરાદૃૂનમાં ગંભીર હવામાનની આગાહી કરી છે. જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ, વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી શાળાઓ બંધ રાખવાનો આદૃેશ આપ્યો છે.

આ આદૃેશ ફક્ત દૃહેરાદૃૂન જિલ્લામાં લાગુ પડે છે અને અન્ય જિલ્લાઓમાં શાળા સંચાલનને અસર કરશે નહીં. વહીવટીતંત્રે માતાપિતાને અપીલ કરી છે કે તેઓ તેમના બાળકોને ઘરે સુરક્ષિત રાખે અને ભવિષ્યમાં હવામાન ચેતવણીઓ પર ધ્યાન આપે.