નસવાડીના કુકદરા ગામે કુપ્પા પાણી પુરવઠા યોજનાના સંપ બન્યા પણ નળમાં પાણી ન આવ્યુ

નસવાડી તાલુકાના કુકરદા ગામે કુપ્પા પાણી પુરવઠા યોજનાનુ પાણી સંપ સુધી પહોંચ્યુ પરંતુ ગામમાં લાગેલા નળમાં પાણી આવ્યુ નથી. ગામના 12 ફળિયામાં 6,000 લોકોની વસ્તીને કુપ્પા પાણી પુરવઠા યોજનાનુ ફિલ્ટર વાળુ પાણી આજદિન સુધી મળ્યુ નથી.

કુકરદા ગામના 12 ફળિયામાં સરકારે કુપ્પા પાણી પુરવઠા યોજનામાં ગામે ફિલ્ટરવાળુ શુદ્ધ પાણી મળે તે માટે બે ટાંકી મંજુર કરી અને બે સં5 બનાવ્યા હતા. જેમાં એક ટાંકીનુ કામ અધુરૂ છે. ચાર ફળિયામાં પાણી પુરવઠા વિભાગે પાણી ધરે ધરે પહોંચે તે માટે પાઈપલાઈન ધરે ધરે પાણી પહોંચે તે માટે નાંખી હતી. પરંતુ આ પાઈપલાઈન પાણી છોડે છે ત્યારે કયાં જાય છે પાણી તે ખબર પડતી નથી. 12 ફળિયાને આજેપણ ગ્રામ પંચાયતના વોટર વર્કસના બોરમાંથી પાણી અપાય છે. તે પાણીમાં ટીડીએસનુ પ્રમાણ વધારે છે. લોકોના સ્વાસ્થ્યને પાણીથી નુકસાન થાય છે. પરંતુ લોકો મજબુરીમાં પાણી પીવા મજબુર છે. કુકરદા ગામના સરપંચે જણાવ્યા મુજબ સરકારે ગામના વિકાસ માટે સુવિધા કરી પરંતુ કામગીરીમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ઘ્યાન નહિ આપતા હાલ ગ્રામજનોને ફિલ્ટરવાળુ પાણી શુદ્ધ પાણી મળતુ નથી. આની રજુઆત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને કરવા છતાંય ઘ્યાન આપતા નથી. છેલ્લા પાંચ વર્ષથી કુપ્પા પાણી પુરવઠા યોજના 80 કરોડના ખર્ચે 80 ગામોને પીવાના પાણી શુદ્ધ મળે તે માટે કામગીરી કરી રહી છે. પરંતુ 80 કરોડનો ખર્ચ કર્યા પછી પણ પ્રજાને પાણી મળ્યુ નથી.