
સુરેન્દ્રનગરમાં ગણતરીના કલાકોમાં જ ગાંજાના વાવેતરની બે ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના સાયલાના ક્સવાળી ગામની સીમમાંથી ૧૫ કરોડ કરતા વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ક્સવાળી નજીક સુરેન્દ્રનગર એસઓજી દ્વારા એક ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કપાસ અને એરંડાની આડમાં લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. ક્સવાળી ગામનું આ ખેતર સંજયભાઇ ભોપાભાઇ તાવિયાનું હોવાનું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર ર્જીંય્ દ્વારા ૩૬ કલાક સુધી રેડની કામગીરી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર એસઓજીએ સંજય ભોપાભાઇ તાવિયાના ખેતરમાંથી લીલા ગાંજાના ૫૫૦ છોડ જપ્ત કર્યા હતા જેનું વજન ૩ હજાર ૩૬ કિલો અને ૮૦૦ ગ્રામ જેટલું છે. આ ગાંજાના છોડની બજાર કિંમત ૧૫ કરોડ ૧૮ લાખ ૪૦ હજારની આસપાસ છે. આ પહેલા આ જ વિસ્તારામાં તુવેરની આડમાં વાવેલા લીલા ગાંજાના ૧૨૦ લીલા છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાનું આ સૌથી મોટું વાવેતર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ આ બીજ ક્યાથી લાતા હતા અને કઇ રીતે વાવેતર કરતા હતા તેમજ વાવેતર થયા બાદ તે કોને વેચવાના હતા તે અંગે વધુ તપાસ ચાલુ છે. સુરેન્દ્રનગર પોલીસે બે ઘટનામાં ૧૮ કરોડથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.