
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઇસીએઆઇ) દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી ઝ્રછ ઈન્ટર પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. હર્ષ સરવૈયાએ દેશભરમાં ૧૬મો, વ્રજેશ પરમારે ૪૬મો અને માનુષ શર્માએ ૪૯મો રેક્ધ મેળવ્યો છે.
જાહેર થયેલા પરિણામ મુજબ, હર્ષ સરવૈયાએ ૪૬૮ માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા રેક્ધ ૧૬ મેળવી વડોદરામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વ્રજેશ પરમારે ૪૩૮ માર્ક્સ સાથે દેશભરમાં ૪૬મો અને શહેરમાં બીજો ક્રમ મેળવ્યો છે. જ્યારે માનુષ શર્માએ ૪૩૫ માર્ક્સ સાથે એઆઇઆર ૪૯ મેળવી વડોદરામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
આપેલી વિગતો અનુસાર, વડોદરામાંથી ૧,૩૨૫ વિદ્યાર્થીઓએ સીએ ઈન્ટરના એક અથવા બંને ગ્રુપની પરીક્ષા આપી હતી. તેમાંથી ૩૦૬ વિદ્યાર્થીઓ પાસ થતાં પરિણામ ૨૩.૦૯ ટકા નોંધાયું હતું. આશરે ૨૦૦ વિદ્યાર્થીઓ હવે સીએ ફાઈનલ માટે ક્વોલિફાય થયા છે.બંને ગ્રુપની પરીક્ષા આપનારા ૪૭૩ વિદ્યાર્થીઓમાંથી ૭૦ વિદ્યાર્થીઓએ બંને ગ્રુપમાં સફળતા મેળવી હતી. જ્યારે ૫૬ વિદ્યાર્થીઓ પ્રથમ ગ્રુપ અને ૯ વિદ્યાર્થીઓ બીજા ગ્રુપમાં પાસ થયા હતા. પ્રથમ ગ્રુપની પરીક્ષા આપનારા ૫૮૪માંથી ૧૧૩ અને માત્ર બીજા ગ્રુપની પરીક્ષા આપનારા ૨૬૮માંથી ૫૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
હર્ષ સરવૈયાએ જણાવ્યું કે તેઓ દરરોજ ૮થી ૧૦ કલાક અભ્યાસ કરતા હતા, પરંતુ વચ્ચે બ્રેક પણ લેતા હતા. મગજને તાજગી આપવા માટે તેઓ ફિલ્મો જોતા અને વોલીબોલ રમતા હતા. તેમના મતે, સારી રીતે અભ્યાસ કરવા માટે વચ્ચે વિરામ લેવો જરી છે.સીએ ફાઉન્ડેશનમાં પણ તેમણે દૃેશભરમાં ૧૧મો રેક્ધ મેળવ્યો હતો. હવે સીએ ફાઈનલમાં પણ રેક્ધ મેળવવાનું તેમનું લક્ષ્ય છે. તેમના ભાઈ પણ સીએ છે, જ્યારે પિતા બેંકમાં નોકરી કરે છે.
વ્રજેશ પરમારે ૪૩૮ માર્ક્સ મેળવી એઆઇઆર ૪૬ મેળવ્યો છે. તેમના પિતાનું ૨૦૧૧માં અવસાન થયા બાદ માતાએ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય સંભાળ્યો હતો. વ્રજેશ અભ્યાસની સાથે માતાને વ્યવસાયમાં મદદ પણ કરે છે. તેઓ જરોદમાં રહે છે અને સીએના અભ્યાસ માટે દરરોજ વડોદરા આવનજાવન કરે છે. સાથે બી કોમનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે. તેમના જણાવ્યા મુજબ, મોક ટેસ્ટથી આત્મવિશ્ર્વાસ વધ્યો હતો. કોરોના બાદ પરિવારનો વ્યવસાય લગભગ ઠપ થઈ ગયો હોવા છતાં તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો.માનુષ શર્માએ ૪૩૫ માર્ક્સ મેળવીને દૃેશભરમાં ૪૯મું સ્થાન હાંસલ કર્યું છે. તેઓ દરરોજ આશરે ૧૦ કલાક અભ્યાસ કરતા અને રોજના અભ્યાસનું નિયમિત રિવિઝન કરતા હતા. તેમણે મોક ટેસ્ટ પણ આપ્યા હતા. અભ્યાસ દરમિયાન થતી ભૂલોનું વિશ્લેષણ કરવા માટે તેઓ એઆઇનો ઉપયોગ કરતા હતા. તેમના જણાવ્યા મુજબ, તેમના પરિવારમાં સીએનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. તેમના પિતા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. વડોદૃરાના ત્રણેય વિદ્યાર્થીઓની સફળતાથી શહેરના સીએના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ઉત્સાહનો માહોલ છે. હવે ત્રણેય વિદ્યાર્થીઓની નજર સીએ ફાઈનલની તૈયારી પર છે.