વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫-૨૬ ફેબ્રુઆરી દરમિયાન ઇઝરાયલની મુલાકાત લેશે,બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય ઇઝરાયલની મુલાકાત લેશે. તેમણે મુખ્ય અમેરિકન યહૂદી સંગઠનોના પ્રમુખોના સંમેલનને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. સભાને સંબોધતા નેતન્યાહૂએ કહૃાું, “સંસદમાં ભાષણ આપવાની તૈયારી ચાલી રહી છે. આવતા અઠવાડિયે અહીં કોણ આવી રહૃાું છે? નરેન્દ્ર મોદૃી.”

નેતન્યાહૂએ કહૃાું, “ઇઝરાયલ અને ભારત વચ્ચે જબરદસ્ત જોડાણ છે, અને અમે તમામ પ્રકારના સહયોગની ચર્ચા કરવા જઈ રહૃાા છીએ. હવે, તમે જાણો છો, ભારત કોઈ નાનો દૃેશ નથી. તેની વસ્તી ૧.૪ અબજ છે. ભારત અત્યંત શક્તિશાળી અને અત્યંત લોકપ્રિય છે.”

બંને દૃેશોએ સપ્ટેમ્બરમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલા, ગયા વર્ષે નવેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ઇઝરાયલ મુલાકાત દરમિયાન, મુક્ત વેપાર કરાર અને ટીઓઆર સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત અને સૌહાર્દપૂર્ણ રહૃાા છે. પીએમ મોદૃી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ સારા મિત્રો છે અને એકબીજા સાથે ખૂબ જ ઉષ્માભર્યા રીતે મળે છે. હવે જોવાનું એ રહે છે કે પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત બાદ બંને દૃેશો માટે શું ફાયદૃા અને જાહેરાતો કરવામાં આવે છે.