
મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે એક રસપ્રદ રમત ચાલી રહી છે. સાઉદી અરેબિયા અને કતારે પાકિસ્તાનને આશરે ૫ અબજ (આશરે રૂ. ૪૬,૫૦૦ કરોડ) ની નાણાકીય સહાયનું વચન આપ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ નાણાં શા માટે પૂરા પાડવામાં આવી રહ્યા છે, ખાસ કરીને જ્યારે યુએઈએ પાકિસ્તાન પાસેથી તેનું દેવું પાછું માંગ્યું છે? આ સમજવા માટે, ચાર મુખ્ય પાસાઓ સમજવા જરૂરી છે.
સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે ગલ્ફમાં લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી છે. દરમિયાન, પાકિસ્તાન યુએઈના હરીફ, સાઉદી અરેબિયા સાથે તેના સંબંધો મજબૂત કરી રહ્યું છે, જે યુએઈને પસંદ નથી. યુએઈ અને સાઉદી અરેબિયા યમન અને હોર્ન ઓફ આફ્રિકામાં પોતાની પકડ મજબૂત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. સાઉદી અરેબિયા પહેલાથી જ યમનમાં યુએઈ સમર્થિત જૂથ, સધર્ન ટ્રાન્ઝીશનલ કાઉન્સિલ પર હુમલો કરી ચુક્યું છે, જેના કારણે યુએઈને સોમાલિયામાં તેના બેઝમાંથી ખસી જવાની ફરજ પડી છે. પાકિસ્તાને યુએઈને બદલે સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે તેને નાપસંદ હતું.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ગયા વર્ષે થયેલા વ્યૂહાત્મક સંરક્ષણ કરાર હેઠળ, પાકિસ્તાને સાઉદી અરેબિયામાં આશરે ૧૩,૦૦૦ સૈનિકો અને ૧૦ થી ૧૮ ફાઇટર જેટ મોકલ્યા છે. આ તૈનાતી કિંગ અબ્દુલઅઝીઝ એર બેઝ પર કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ઈરાની હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાને મિસાઇલ સંરક્ષણ પ્રણાલી પણ પૂરી પાડી છે. બદલામાં, સાઉદી અરેબિયાએ ૨૦૧૮ માં આપેલા ઇં૬ બિલિયનના દેવાની ચુકવણી ન કરવાનો નિર્ણય લીધો છે.
ઇસ્લામાબાદમાં યોજાયેલી ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વાટાઘાટો માટે પાકિસ્તાન એકમાત્ર સંચાર માધ્યમ હતું. સાઉદી અરેબિયા અને કતાર ઇચ્છે છે કે યુદ્ધ ઝડપથી સમાપ્ત થાય, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવે, ઉર્જા પુરવઠો પુનઃસ્થાપિત થાય અને પ્રદેશમાં ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય થાય. ટ્રમ્પે પહેલાથી જ સંકેત આપી દીધા છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી સાઉદી-ઇઝરાયલ સંબંધોને સામાન્ય બનાવવાનો સમય આવી ગયો છે. આ સમગ્ર રાજદ્વારી રમતમાં પાકિસ્તાનની ભૂમિકા મધ્યસ્થીની છે. ઇસ્લામાબાદ આ ભૂમિકાની કિંમત ચૂકવી રહ્યું છે.
યમન અને સુદાનમાં ચાલી રહેલા પ્રોક્સી યુદ્ધોની અસર હવે પાકિસ્તાન પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ૨૦૧૫ થી, પાકિસ્તાની સૈન્ય યમનમાં સાઉદી અરેબિયાની આગેવાની હેઠળની કામગીરીમાં કોઈને કોઈ રીતે સામેલ રહ્યું છે. જાકે, તાજેતરના સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ કરાર બાદ, આ સૈન્ય તૈનાત પહેલા કરતા ઘણી મોટી અને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સૂચવે છે કે પાકિસ્તાન હવે ખુલ્લેઆમ સાઉદી અરેબિયા સાથે ઉભું છે.
બીજી બાજુ, એપ્રિલ ૨૦૨૩ થી ચાલી રહેલા સુદાનમાં ગૃહયુદ્ધે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં લગભગ ૧,૫૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. યુએઈ પર સુદાનના રેપિડ સપોર્ટ ફોર્સને સશ† બનાવવાનો આરોપ છે. સાઉદી અરેબિયા તરફ પાકિસ્તાનનો ઝુકાવ યુએઈને સ્વીકાર્ય નથી.
યુએઈએ પાકિસ્તાનને ૧૭ એપ્રિલ સુધીમાં ૩.૫ બિલિયન ડોલર (આશરે ૨૯,૦૦૦ કરોડ રૂપિયા) ની લોન ચૂકવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. પાકિસ્તાન પાસે ભંડોળનો અભાવ હતો, તેથી સાઉદી અરેબિયા અને કતાર મદદ માટે આગળ આવ્યા. પાકિસ્તાન સાઉદી-કતાર ભંડોળથી યુએઈનું દેવું ચૂકવશે.