
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચેના સંયુક્ત સંરક્ષણ કરાર અંગે, તુર્કીએ સ્પષ્ટતા કરી છે કે આ કરાર ઈરાન અથવા અન્ય કોઈ દેશ વિરુદ્ધ નથી. તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને કહ્યું હતું કે ત્રણેય દેશો વચ્ચેનો કરાર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં “મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર” પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર અનુસાર, ત્રણેય દેશોમાંથી કોઈપણ એક પર હુમલો ત્રણેય પર હુમલો માનવામાં આવશે.તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને સરકારી અનાડોલુ સમાચાર એજન્સી સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે કરાર કોઈપણ ચોક્કસ દેશને સામાન્ય દુશ્મન તરીકે વ્યાખ્યાયિત કરતો નથી.
તેમણે કહ્યું હતું કે, “જે દેશ આપણા પર હુમલો કરતો નથી તે આપણા માટે લક્ષ્ય નથી.”ફિદાને કરારની પરસ્પર સંરક્ષણ જાગવાઈની તુલના નાટોની કલમ ૫ સાથે કરી. તેમણે કહ્યું કે તકનીકી રીતે, આ જાગવાઈ નાટોના સામૂહિક સંરક્ષણ સિદ્ધાંત જેવી જ છે, જેના હેઠળ એક સભ્ય દેશ પર હુમલો બધા પર હુમલો માનવામાં આવે છે.
ફિદાનના મતે, જા ત્રણમાંથી કોઈપણ દેશમાં હુમલો થાય છે, તો સંબંધિત દેશે ઔપચારિક રીતે સહાયની વિનંતી કરવી પડશે. ત્યારબાદ અન્ય બે દેશો ધમકીની ગંભીરતાના આધારે ગુપ્ત માહિતી શેર કરવા, લોજીસ્ટીકલ સપોર્ટ પૂરો પાડવા અથવા જરૂર પડ્યે લશ્કરી દળો તૈનાત કરવા જેવા પગલાં લઈ શકે છે. તેમણે કહ્યું કે સહાયની પ્રકૃતિ ધમકીના સ્તર પર આધારિત રહેશે અને વિવિધ સ્તરે તેનો નિર્ણય લેવામાં આવશે.તુર્કીના વિદેશ પ્રધાને એમ પણ કહ્યું કે કેટલાક અન્ય દેશોએ કરારમાં જાડાવામાં રસ દર્શાવ્યો છે.
જાકે, તેમણે કોઈ પણ દેશનું નામ લીધું નથી. ફિદાનએ ઇજિપ્તને જાડાણમાં કુદરતી ભાગીદાર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે તે આગામી તબક્કામાં કરારનો ભાગ બની શકે છે.કરાર હેઠળ, ત્રણેય દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો તેમજ લશ્કરી વડાઓ વચ્ચે નિયમિત બેઠકો યોજાશે. સાઉદી અરેબિયામાં મુખ્ય મથક ધરાવતું સંયુક્ત સચિવાલય પણ સ્થાપિત કરવામાં આવશે.