ટીવીકે પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ગઠબંધનનો ભાગ રહેશે નહીં,વિજય

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લગતા સસ્પેન્સનો અંત લાવતા, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના પ્રમુખ અને સુપરસ્ટાર વિજયે આજે સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ગઠબંધનનો ભાગ રહેશે નહીં.ટીવીકે હવે એકલા ચૂંટણી લડશે. પાર્ટી દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં, વિજયે એવી અફવાઓને ફગાવી દીધી કે ટીવીકે એનડીએ ગઠબંધનનો ભાગ હશે. આમ, વિજયે ગઠબંધન અંગેની બધી અટકળોનો અંત લાવ્યો.

વિજયે પોતાની લાક્ષણિક શૈલીમાં પોતાના વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું, “ઘણા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે તેઓ તે ટીમમાં છે, તે આ ટીમમાં છે, પરંતુ તેમને હવે સમજાયું છે કે અમે ફક્ત લોકોની ટીમમાં છીએ. આ સમજ્યા પછી પણ, તેમણે ઘણી અફવાઓ ફેલાવી, પરંતુ કંઈ કામ ન થયું. આનાથી હતાશ થઈને, વિજય આ ગઠબંધન અથવા તે ગઠબંધનમાં જાડાઈ રહ્યા છે તેવો દાવો કરીને ખોટો પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે.”

વિજયે કહ્યું કે આવી અફવાઓથી મૂંઝવણમાં પડવાની જરૂર નથી. તેમણે મંચ પરથી ગર્જના કરી, “હું ફરી એકવાર સ્પષ્ટ અને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે અમે ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો સાથે સમાધાન કરીશું નહીં, અને અમે એ હકીકત પર મક્કમ છીએ કે શાસન અમારા નેતૃત્વ હેઠળ થશે.”

છેલ્લા ત્રણ દિવસથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે વિજયની પાર્ટી, ટીવીકે એનડીએ ગઠબંધનમાં જાડાઈ શકે છે. જાકે, વિજયે આજે સ્પષ્ટતા કરી કે તેમના પક્ષની વિચારધારા અને નેતૃત્વ સ્વતંત્ર રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “શાસન અમારા નેતૃત્વ હેઠળ રહેશે, અને અમે તેના પર અડગ છીએ.” તેમના નિવેદનનો સ્પષ્ટ અર્થ એ છે કે ટીવીકે તમિલનાડુમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયાસ ડીએમકે અને એઆઈએડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો તેમજ રાષ્ટ્રીય પક્ષો માટે પડકાર ઉભો કરે છે.