તમિલનાડુના મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ ’અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ ડીએમકે ધારાસભ્ય અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ

ડીએમકેના ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય અનિતા આર. રાધાકૃષ્ણનની શુક્રવારે પોલીસે ધરપકડ કરી હતી. ટીવીકે પ્રમુખ અને મુખ્યમંત્રી સી. જોસેફ વિજય વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ તેમની સામે દાખલ કરાયેલા કેસમાં મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દૃીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ રાધાકૃષ્ણન દ્વારા ૨૦ જૂનના રોજ તિરુચેન્દૃુર નજીક અથુરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી જાહેર સભામાં આપેલા ભાષણ સાથે સંબંધિત છે.

પોલીસે જણાવ્યું હતું કે સભા દરમિયાન રાધાકૃષ્ણને મુખ્યમંત્રી સી. જોસેફ વિજય વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડના ડરથી, રાધાકૃષ્ણને આગોતરા જામીન માટે મદ્રાસ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, શુક્રવારે કોર્ટે તેમની અરજી ફગાવી દૃીધી હતી. કોર્ટના આદૃેશ બાદ, પોલીસે ધારાસભ્યની ધરપકડ કરી હતી જ્યારે તેઓ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા માટે સરકારી કાર્યાલયમાં ગયા હતા.

આથુર પોલીસ સ્ટેશનની એક ટીમે આ કેસના સંદૃર્ભમાં તેમની અટકાયત કરી હતી. જોકે, ડીએમકે કાર્યકરોએ પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા અને તેમને પોલીસ વાહનમાં લઈ જતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટીના કાર્યકરોએ ટીવીકે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રાધાકૃષ્ણનને બાદમાં તિરુચેન્દૃુર નજીક અથુર પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

દરમિયાન, તમિલનાડુ સરકારે તાજેતરમાં રાજ્યપાલ આર.એન. રવિને વિનંતી કરી હતી કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દૃાખલ કરાયેલા મની લોન્ડિંરગ કેસોમાં ભૂતપૂર્વ પ્રધાનો અનિતા આર. રાધાકૃષ્ણન અને વી. સેન્થિલ બાલાજી સામે તપાસ અને કેસ ચલાવવાની મંજૂરી આપે. તમિલનાડુના વીજળી પ્રધાન સી.ટી. આર. નિર્મલ કુમારે સોમવારે ગિન્ડીના રાજભવનમાં એક બેઠક દૃરમિયાન રાજ્યપાલ આર.એન. રવિને સરકારની વિનંતી સુપરત કરી.