સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમે એસએ૨૦ ૨૦૨૫-૨૬ સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું

એસએ ૨૦ ૨૦૨૫-૨૬ સીઝનમાં ટ્રિસ્ટન સ્ટબ્સની કેપ્ટનશીપ હેઠળ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમ અસાધારણ રીતે સારું પ્રદૃર્શન કરી રહી છે. ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે જોબર્ગ સુપર િંકગ્સને ૬૧ રનથી હરાવ્યું. આનાથી તેઓ વર્તમાન એસએ૨૦ સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગયા છે. ટીમના બોલરો અને બેટ્સમેન સારું પ્રદૃર્શન કરી રહૃાા છે. કાવ્યા મારન સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપના સહ-માલિક છે.

એસએ૨૦ ૨૦૨૫-૨૬ સીઝનમાં, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે કુલ આઠ મેચ રમી છે, જેમાં ચાર જીતી છે અને બે હારી છે. વધુમાં, બે મેચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ છે. ટીમ ૨.૩૯૮ ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેમના સારા પ્રદૃર્શનથી, તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થયા છે.

સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે, જોબર્ગ સુપર િંકગ્સ સામે પ્રથમ બેિંટગ કરતા ૧૭૮ રન બનાવ્યા. ત્યારબાદૃ ક્વિન્ટન ડી કોકે ૫૪ રન બનાવ્યા, અને જેમ્સ કોલ્સે ૬૧ રન બનાવ્યા. આ બેના કારણે સનરાઇઝર્સે મોટો સ્કોર બનાવ્યો. જોબર્ગ સુપર િંકગ્સનો કોઈ પણ બેટ્સમેન બેિંટગમાં ટકી શક્યો નહીં અને ટીમ ૧૮.૧ ઓવરમાં ૧૧૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આમ, સનરાઈઝર્સે ૬૧ રનથી શાનદૃાર વિજય મેળવ્યો.

સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે એસએ ૨૦ માં સારું પ્રદૃર્શન કર્યું છે. ટીમે બે વાર લીગ જીતી છે (૨૦૨૩, ૨૦૨૪). ૨૦૨૫ માં, તેઓ રનર-અપ રહૃાા અને આ વખતે પણ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું.