રેણુકા સ્વામી હત્યા કેસમાંકન્નડ અભિનેતા દર્શનના સુપ્રીમ કોર્ટે જામીન નકારી કાઢ્યા

સુપ્રીમ કોર્ટે રેણુકા સ્વામી હત્યા કેસમાં કન્નડ અભિનેતા દર્શનને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કર્ણાટક સરકારને રેણુકા સ્વામી હત્યા કેસમાં ૬૦ મુખ્ય સાક્ષીઓની તપાસ એક વર્ષની અંદર પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરવાનો નિર્દૃેશ આપ્યો. કોર્ટે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ સાક્ષીઓની તપાસ માટે દૃૈનિક સુનાવણી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જો ટ્રાયલમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ ન થાય, તો અભિનેતા દર્શન જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને વિજય બિશ્ર્નોઈની બેન્ચ જેલ મેન્યુઅલ મુજબ મૂળભૂત સુવિધાઓની માંગ કરતી દર્શનની અરજી પર સુનાવણી કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે બેંગલુરુ કોર્ટને અભિનેતા દર્શન અને અન્ય લોકો સાથે સંકળાયેલા રેણુકા સ્વામી હત્યા કેસમાં સુનાવણી ઝડપી બનાવવાનો નિર્દૃેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે કેસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિ “ખૂબ જ ધીમી” રહી છે. બેન્ચે કર્ણાટક સરકારને એ પણ નિર્દૃેશ આપ્યો હતો કે દૃર્શનને જેલમાં અંડરટ્રાયલ કેદૃીને મળતી તમામ સુવિધાઓ મળે.

સુપ્રીમ કોર્ટે બેંગલુરુના સિવિલ અને સેશન્સ જજના રિપોર્ટની પણ સમીક્ષા કરી, જેમાં ખુલાસો થયો કે ૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ કેસમાં આરોપો ઘડવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે છેલ્લા સાત મહિનામાં, ફરિયાદ પક્ષે ફક્ત ૧૦ સાક્ષીઓની તપાસ કરી છે. ફરિયાદૃ પક્ષ ૬૦ સાક્ષીઓની પ્રાથમિકતાના ધોરણે તપાસ કરવા માંગે છે, જે આરોપીની ભૂમિકા સાબિત કરવા માટે મહત્વપૂર્ણ છે.

બેન્ચે કહૃાું, “અમારું માનવું છે કે જ્યાં સુધી ટ્રાયલનો સંબંધ છે, અત્યાર સુધીની પ્રગતિ ખૂબ જ ધીમી રહી છે. એ સાચું છે કે બચાવ પક્ષના વકીલો ઉલટતપાસ કરવામાં સમય લઈ રહૃાા છે. પરંતુ જો ટ્રાયલ આ ગતિએ ચાલુ રહેશે, તો ૬૦ સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવામાં ઘણો સમય લાગશે.” આવી પરિસ્થિતિઓમાં, ટ્રાયલ કોર્ટની ફરજ છે કે તે ખાતરી કરે કે સાક્ષીઓની નિયમિત તપાસ કરવામાં આવે અને કોઈપણ મામૂલી બહાના પર ટ્રાયલ મુલતવી રાખવામાં ન આવે.

દૃર્શન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ ૨૭૨ સાક્ષીઓની પૂછપરછ કરવા માંગે છે, પરંતુ છેલ્લા સાત મહિનામાં ફક્ત ૧૦ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. રોહતગીએ એવી પણ દલીલ કરી હતી કે અભિનેતાને ક્વોરેન્ટાઇન સેલમાં રાખવામાં આવ્યો છે અને તેને જેલમાં અન્ય કેદૃીઓ સાથે વાતચીત કરવાની મંજૂરી નથી. રાજ્ય વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કોર્ટને જણાવ્યું હતું કે દૃર્શનને મહામારી દરમિયાન ક્વોરેન્ટાઇન સેલ તરીકે ઓળખાતા ‚મમાં રાખવામાં આવ્યો છે અને તે દૃાવાને નકારી કાઢ્યો હતો કે તેને અન્ય લોકો સાથે વાતચીત કરવાની મંજૂરી નથી.