
આમ આદમી પાર્ટીના કન્વીનર અરિંવદ કેજરીવાલે રશિયન તેલ અંગેના અમેરિકાના સત્તાવાર નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે પ્રશ્ર્ન કર્યો કે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદૃવાની મંજૂરી આપનાર અમેરિકા કોણ છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી હતી કે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ૩૦ દિૃવસની અસ્થાયી છૂટ આપી છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ પગલું વૈશ્ર્વિક બજારમાં તેલનો પ્રવાહ સુનિશ્ર્ચિત કરવા અને િંકમતોમાં તીવ્ર વધારો અટકાવવા માટે લેવામાં આવ્યું છે.
અમેરિકાનું આ નિવેદન આમ આદમી પાર્ટીને ગમ્યું નહીં. પાર્ટીના કન્વીનર અરિંવદૃ કેજરીવાલે ઠ પર એક પોસ્ટમાં સ્પષ્ટપણે પૂછ્યું કે આવી પરવાનગી આપનાર અમેરિકા કોણ છે. તેમણે કેન્દ્ર સરકાર પર પણ હુમલો કર્યો, અને પૂછ્યું કે ભારતને અમેરિકા પાસેથી આવી પરવાનગીની કેમ જર છે.કેજરીવાલે લખ્યું કે ભારત હજારો વર્ષ જૂનો દૃેશ છે. તે ૧.૪ અબજ લોકોનો એક મહાન રાષ્ટ્ર છે જેણે ઘણા બહાદૃુર યોદ્ધાઓ ઉત્પન્ન કર્યા છે, અને ભારતમાં ક્યારેય આટલું નબળું નેતૃત્વ નથી રહૃાું કે અમેરિકા આવા નિવેદનો આપી શકે.