
નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને લાભ થવાનો છે. ગુજરાત સરકારે રોડ કનેÂક્ટવિટી માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા જિલ્લામાં રોડ કનેÂક્ટવિટી મજબૂત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે મુખ્યમંત્રીએ ૩૦૨.૪૦ કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લામાં બે નવા પૂલના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જાડતા પૂલ માટે ૧૭૯.૨૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે
રાજ્ય સરકારના આ નિર્ણયથી આજિદાતિ ક્ષેત્રના નર્મદા જિલ્લાના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોળ અને શહેરાવ ગામમાં રહેતા લોકોને અવર-જવર માટે ફાયદો થશે. તો ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓને શાળા-કોલેજામાં જવા માટે સુવિધા મળી રહેશે.
દર વર્ષે ચૈત્ર મહિનામાં યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લોખોની સંખ્યામાં લોકો જતાં હોય છે. આ બંને પૂલના નિર્માણ બાદ પરિક્રમામાં જતા લોકોને પણ ફાયદો થશે.