કચ્છના રાપરમાં છાશ માગવા જેવી નજીવી બાબતે પિતાની આંખો સામે યુવાનની હત્યા, આરોપીની ધરપકડ કરાઇ

કચ્છ જિલ્લાના રાપર શહેરમાં સામાન્ય બોલાચાલી એક ક્ષણમાં જ િંહસક ઘટનામાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. માત્ર છાશ માંગવાની બાબતે શ‚ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ૨૫ વર્ષીય યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પિતાની નજર સામે જ પુત્ર પર થયેલા જીવલેણ હુમલાએ સ્થાનિક લોકોને હચમચાવી દૃીધા છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદૃેશનો અને હાલ કચ્છના રાપરના દૃુબરીયાવાડી વિસ્તારમાં પરિવાર સાથે વસવાટ કરતો મહેબૂબ રિયાસતઅલી શેખ સ્થાનિક ચિકન બિરયાનીની દૃુકાનમાં પોતાના પિતા અને નાના ભાઈ સાથે કામ કરતો હતો. ગુરુવારે સાંજના સમયે દૃુકાન પર જમવા આવેલા એક શખ્સ સાથે છાશ અને બિરયાની મુદ્દે બોલાચાલી થઈ હતી. શ‚આતમાં સામાન્ય તકરાર લાગતી આ ઘટના થોડા જ સમયમાં ઉગ્ર સ્વ‚પ ધારણ કરી ગઈ હતી.

ગંભીર હાલતમાં મહેબૂબને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. યુવાનના મોતના સમાચાર ફેલાતા જ રાપર શહેરમાં શોક અને રોષની લાગણી પ્રસરી ગઈ હતી. સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી.

પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા મુજબ, બોલાચાલી બાદૃ ઉશ્કેરાયેલા હુમલાખોરે અચાનક દૃુકાનમાં ઘૂસી મહેબૂબ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે મહેબૂબ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો. પિતા અને નાના ભાઈએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરે બેફામ રીતે હુમલો ચાલુ રાખ્યો હોવાનું કહેવાય છે.

આ ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શ‚ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે તેમજ દૃુકાન નજીક હાજર રહેલા લોકોના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસના આધારે ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે રાપર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો દૃાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાદૃલપર પીંછાણા ગામના રહેવાસી ૨૬ વર્ષીય નરેશ લખમણ કોલી અને ૧૯ વર્ષીય સંજય જેરામ કોલીની અટકાયત કરી છે. ઉપરાંત એક બાળ કિશોરને પણ કાયદૃાકીય પ્રક્રિયા હેઠળ રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે.