
ગુજરાત એસઆઇટી દ્વારા ખોટા દસ્તાવેજ તેમજ ખોટી માહિતીના આધારે બીજા ભારતીય પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત છ્જીએ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત એસઆઇટી દ્વારા રાજ્યભરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન છ્જીના પોલીસ ઇન્સપેક્ટર જે.પી.રોજીયાને ખાનગીરાહે બાતમી હકીકત મળી હતી કે, હરીકેશ પ્રણવકુમાર પટેલ (રહે.૧૦, ઉર્મી બંગ્લોઝ, મીરાપાર્ક સોસાયટી પાસે. કેમ્પ રોડ, શાહીબાગ, અમદાવાદ) ભારતીય પાસપોર્ટ નંબર. જી૨૫૨૮૯૯૯ ધરાવે છે. જે પાસપોર્ટ તેઓએ કોઇ ગુના અન્વયે કોર્ટમાં અગરતો તપાસ અધિકારી રૂબરૂ સરેન્ડર કરેલ છે, ત્યારબાદ તેઓએ ૩૭/૫૨૬,ચંદ્રનગર, નાગલાપડી, દયાલબાગ, આગ્રા, યુ.પીના ખોટા સરનામે રાજ્ય બહાર પાસપોર્ટ કચેરીમાંથી પોતાના નામે બીજા એક પાસપોર્ટ નંબર. ઝ્ર૦૫૩૮૦૦૭નો મેળવેલ છે અને તેઓ આ ખોટા દસ્તાવેજાના આધારે કઢાવેલ પાસપોર્ટમાંથી નેપાળ થઇ વિદેશમાં તેમજ ભારતમાં અવર જવર કરે છે અને તેઓ કોઇ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવું જણાય છે.
જે બાતમીના આધારે એસઆઇટી ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ સાથે શેર કરવામાં આવતા, તેઓની સૂચનાથી ઇનપુટ અંગે પોલીસ અધીક્ષક કે.સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધીક્ષક એસ.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સપેક્ટર બી.એેચ.કોરોટ, પોલીસ ઇન્સપેક્ટર બી.એમ.પટેલ, પો.વા.સ.ઇ એચ.એમ.નિનામા, પો.વા.સ.ઇ. એન.એ જાષી તથા એસઆઇટીના સ્ટાફની ટીમ બનાવી તપાસ કરતા બાતમીવાળા ઇસમ પાસે ૨ અલગ અલગ પાસપોર્ટ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી વધુ પૂછપરછ માટે તેને ગુજરાત છ્જી અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ હતું.
ઉપરોક્ત ઇસમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પાસે ભારતીય પાસપોર્ટ નંબર.જી૨૫૨૮૯૯૯ હોવા છતાં, અગાઉનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવેલ હોવાની હકીકત છુપાવી ખોટા દસ્તાવેજા તથા ખોટી માહિતીના આધારે અન્ય પાસપોર્ટ મેળવવામાં આવ્યો હતો.
આરોપીનો પાસપોર્ટ નંબર જી૨૫૨૮૯૯૯ ઈડીનાં પાવરબેંક એપ મનીલોન્ડરીંગ કેસ સંબંધિત કાર્યવાહી દરમિયાન કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. જે કેસમાં આરોપીને એન્ટીસીપેટરી બેલ મળ્યા બાદ રીજેક્ટ થતા આરોપીએ હાઇકોર્ટમાં પીટીશન કરી હતી, જે દરમિયાન આરોપીએ ધરપકડથી બચવા તથા વિદેશ જવાના હેતુથી પોતાના પાસપોર્ટના ગુમ થયાની ખોટી ફરિયાદ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીએ દિલ્હી તથા આગ્રા ખાતેના ખોટા રહેઠાણ દર્શાવતા બનાવટી ભાડા કરારોનો ઉપયોગ કર્યો હતો. પોતાના આધારકાર્ડમાં પણ આગ્રા, ઉત્તર પ્રદેશનું ખોટું સરનામું દર્શાવી દસ્તાવેજ મેળવ્યા બાદ, તેના આધારે ગાઝિયાબાદ આરપીઓમાંથી ૨૬/૦૭/૨૦૨૪ના રોજ ભારતીય પાસપોર્ટ નંબર સી૦૫૩૮૦૦૭ મેળવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત વધુ પૂછપરછમાં જાણવા મળેલ કે આ બીજા પાસપોર્ટના આધારે ભુટાન મારફતે બેંગકોક, સિંગાપોર તથા દુબઇ અને પરત નેપાળ મારફતે ભારત આવવા-જવા માટે મુસાફરી કરી હતી.ઉપરોક્ત આરોપી હરીકેશ પ્રણવકુમાર પટેલ વિરૂદ્ધ છ્જી પોલીસ સ્ટેશન ખાતે ૧૩/૦૯/૨૦૨૬ના રોજ ફસ્ટ ગુ.ર.નં.૬/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૩૬(૨), ૩૩૭, ૩૩૮,૩૩૯ અને ૩૪૦ તથા પાસપોર્ટ અધિનિયમ, ૧૯૬૭ની કલમ ૧૨(૧) (ખ) મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.