
સુપ્રીમ કોર્ટે આજે (મંગળવારે) આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જા કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને સક્રિય રીતે તેનું પાલન કરે છે, તો તે અનુસૂચિત જાતિ સમુદાયનો સભ્ય રહી શકતો નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ પાળનાર વ્યÂક્તને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ, ૧૯૫૦ સ્પષ્ટપણે જણાવે છે કે આ આદેશ હેઠળ પ્રતિબંધ સંપૂર્ણપણે લાગુ પડે છે. ૧૯૫૦ના આદેશની કલમ ૩ માં ઉલ્લેખિત ન હોય તેવા કોઈપણ ધર્મમાં પરિવર્તન વ્યક્તિના અનુસૂચિત જાતિના દરજ્જાને તાત્કાલિક સમાપ્ત કરે છે, પછી ભલે તેનો જન્મ અનુસૂચિત જાતિ શ્રેણીમાં હોય. કોર્ટે જણાવ્યું હતું કે બંધારણ અથવા સંસદ અથવા રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ કોઈ રક્ષણ, અનામત, અધિકાર અથવા વૈધાનિક લાભ એવી વ્યક્તિ દ્વારા દાવો અથવા મંજૂર કરી શકાતો નથી જેને કલમ ૩ હેઠળ અનુસૂચિત જાતિનો સભ્ય ગણવામાં આવતો નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ સંપૂર્ણપણે લાગુ પડે છે, કોઈ અપવાદ વિના. કલમ ૩ માં સૂચિબદ્ધ ધર્મ સિવાય કોઈ પણ વ્યÂક્ત એક સાથે કોઈપણ ધર્મનો સ્વીકાર અને પાલન કરી શકતી નથી. અને તેઓ અનુસૂચિત જાતિના સભ્યપદનો દાવો કરી શકતા નથી. આ આદેશ એક એવા વ્યક્તિ ના સંદર્ભમાં પસાર કરવામાં આવ્યો હતો જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને પાદરી તરીકે પ્સરેક્ટીસ કરી હતી. આમ છતાં, તેણે તેના પર હુમલો કરનારા વ્યક્તિઓ સામે એસસી એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
તેણે એસસી એસટી એક્ટ હેઠળ રક્ષણનો દાવો કર્યો હતો. જાકે, આરોપીએ આને પડકારતા કહ્યું હતું કે તે કાયદાની વિરુદ્ધ છે કારણ કે પાદરીએ ધર્માંતરણ કર્યું હતું અને સક્રિય રીતે ખ્રિસ્તી ધર્મ પાળ્યો હતો.