હવે તમે ડાક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના કફ સિરપ ખરીદી શકશો નહીં,આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 

ભારતમાં કફ સિરપના બેફામ વેચાણ અંગે સરકાર હવે કડક બની છે. કફ સિરપમાં ભેળસેળ, ડાક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના તેનું વેચાણ અને અસંખ્ય કૌભાંડોના તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કફ સિરપ સહિત તમામ પ્રકારના સીરપ ડાક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના ખરીદી શકાશે નહીં. આનો અર્થ એ છે કે કફ સિરપ હવે મેડિકલ સ્ટોર્સમાં પ્રિસ્ક્રીપ્શન વિના ઉપલબ્ધ રહેશે નહીં. આ સીરપ ખરીદવા માટે ડાક્ટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂર પડશે.

આરોગ્ય મંત્રાલયે શેડ્યૂલ દ્ભ માં સમાવિષ્ટ કેટલીક દવાઓ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. આ સુધારા હેઠળ, “સીરપ” શબ્દને સૂચિમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ નવા નિયમને ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, ૨૦૨૬ કહેવામાં આવશે. આ નવા નિયમને પગલે, લાઇસન્સ અથવા પ્રિસ્ક્રીપ્શન વિના સીરપ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા દવા વેચનારાઓના લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. સરકારે ઓવર-ધ-કાઉન્ટર સીરપથી થતા નુકસાન અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. થોડા સમય પછી આ નિર્ણયની સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવશે.

તાજેતરમાં, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સીરપથી બાળકોના મૃત્યુના કિસ્સાઓ નોંધાયા હતા, જેના પગલે કેન્દ્ર સરકારે કડક નિર્ણય લીધો છે. આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક બેઠક યોજાઈ હતી, જેમાં આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે રાજ્યોને કડક સૂચનાઓ આપી હતી, જેમાં જણાવ્યું હતું કે કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. તમામ રાજ્યોમાં જિલ્લા દવા ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવામાં આવશે, અને જા નિયમોનું ઉલ્લંઘન થશે તો ફેક્ટરી લાઇસન્સ રદ કરવામાં આવશે. આ બેઠકમાં દેશભરના ૨૦૦ થી વધુ આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.