
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનને વધુ અસરકારક બનાવવા અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગુણાત્મક સુધારા લાવવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ઝ્રસ્ ફેલોશિપનો વ્યાપ વધારવાનો મહ¥વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ફેલોની સંખ્યા ૪૧થી વધારીને ૪૭ અને પ્રોજેક્ટ્સની સંખ્યા ૨૦થી વધારીને ૪૫ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટી વિભાગ (જીએડી) દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના વિવિધ વિકાસલક્ષી ક્ષેત્રોમાં સંશોધન, નીતિ વિશ્લેષણ, વહીવટી સંકલન અને સરકારી યોજનાઓની કામગીરીના મૂલ્યાંકન માટે યુવા પ્રતિભાઓની ભાગીદારીને વધુ વ્યાપક બનાવવામાં આવશે. જીએડી દ્વારા કરવામાં આવેલા નવા ઠરાવ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ આૅફ મૅનેજમેન્ટ, અમદાવાદ ( આઇઆઇએમ અમદાવાદ) આ કાર્યક્રમમાં ‘નોલેજ પાર્ટનર’ તરીકે કાર્ય કરશે. આ સાથે જ નોલેજ પાર્ટનર દ્વારા નિયુક્ત થનારા વરિષ્ઠ ફૅકલ્ટી સભ્યની ભૂમિકા પણ ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઝ્રસ્ ફેલોશિપ કાર્યક્રમનો મુખ્ય હેતુ જ્ઞાન, સંશોધન ક્ષમતા અને વિશ્લેષણાત્મક અભિગમ ધરાવતા યુવાનોને એકથી બે વર્ષ માટે રાજ્યના વહીવટી તંત્ર સાથે જાડીને સરકારની કામગીરીનો અનુભવ આપવાનો છે. સાથે જ તેમની ક્ષમતાનો ઉપયોગ સામાજિક સેવાઓના વિકાસ, જનહિતલક્ષી યોજનાઓને વધુ પરિણામલક્ષી બનાવવા અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા માટે કરવાનો છે.
ફેલોશિપના વિસ્તૃત કાર્યક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ, શહેરી વહીવટ, પર્યાવરણ અને જાહેર વહીવટ જેવા મહ¥વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ્સ દ્વારા યોજનાઓના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ ઓળખવા, ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવા અને વિભાગોને વ્યવહારુ સુધારાત્મક સૂચનો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડી, પોષણ, એનિમિયા ઘટાડવા, બાળશિક્ષણ અને પરસ્પર જાડાયેલી લાઇબ્રેરીઓ જેવા વિષયોનો પણ ફેલોશિપ કાર્યક્રમમાં સમાવેશ થયો છે .મધ્યાહ્ન ભોજન યોજના અને આઇસીડીએસના અમલીકરણને વધુ સુદૃઢ બનાવવા રાજ્યમાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન સુવિધાઓના વિસ્તરણ અંગેનો પ્રોજેક્ટ પણ સામેલ છે. આવા અભ્યાસથી યોજનાઓની પહોંચ, સેવાઓની ગુણવત્તા અને અમલીકરણમાં સુધારા માટે ઉપયોગી ભલામણો તૈયાર થઈ શકશે.
ફેલોશિપ કાર્યક્રમ હેઠળ આરોગ્ય ક્ષેત્રે સરકારી હોસ્પિટલોમાં પીએમજેએવાય એમએ યોજના હેઠળના ક્લેમ અને સરકારી આરોગ્ય સેવાઓના ઉપયોગ સંબંધિત પડકારોનો અભ્યાસ કરવામાં આવશે. તેનો હેતુ પ્રક્રિયાઓને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવા તથા આરોગ્ય સેવાઓના અમલીકરણમાં સુધારાની શક્યતાઓ ઓળખવાનો છે. કૃષિ ક્ષેત્રે કુદરતી ખેતીના અમલીકરણમાં આવતા પડકારો અને ખેડૂતો સુધી યોજનાઓના લાભ પહોંચાડવામાં ઊભી થતી મુશ્કેલીઓનું વિશ્લેષણ કરાશે. તેના આધારે સંબંધિત વિભાગોને ઉપયોગી સૂચનો મળી શકશે.
સરકારના નિર્ણય મુજબ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યને અનુરૂપ ‘વિકસિત ગુજરાતજ્ર૨૦૪૭’ માટે પુરાવા આધારિત નીતિ સંશોધન, ડેટા વિશ્લેષણ અને પ્રાથમિકતા ધરાવતા વિકાસ પ્રોજેક્ટ્સના માનિટરિંગને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરની સમિતિઓની કામગીરી, નિર્ણયો પર અનુસરણ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુધારવા અંગે પણ અભ્યાસ કરવામાં આવશે. પ્રોજેક્ટ્સમાં જરૂરિયાત મુજબ એઆઇ આધારિત સાધનોના ઉપયોગથી માહિતીનું વર્ગીકરણ, સારાંશ અને મહ¥વના મુદ્દાઓની પ્રાથમિક ઓળખ કરવાની જાગવાઈ છે. એઆઇ દ્વારા તૈયાર થયેલી માહિતીની મૂળ દસ્તાવેજા અને ડેટા સાથે ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો અભિગમ રાખવામાં આવ્યો છે.શહેરી વહીવટ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની નાગરિક સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવી, ફરિયાદોના પુનરાવર્તનને અટકાવવું અને ડેટા વિશ્લેષણ દ્વારા સમસ્યાઓનું આગોતરું નિવારણ કરવું જેવા વિષયોનો પણ સમાવેશ થયો છે. ભાવનગરમાં ઘન અને ભીના કચરાના રિસાયકલિંગ તથા સંસાધનોના પુનઃઉપયોગ અંગેના પ્રોજેક્ટ્સ પણ સામેલ છે.