
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ઇન્ટર-સવસિસ ઇન્ટેલિજન્સના ભૂતપૂર્વ વડા, લેટનન્ટ જનરલ ફૈઝ હમીદની મુશ્કેલીઓ વધી ગઈ છે. હામિદને સિક્રેટ્સ એક્ટના ઉલ્લંઘન બદલ ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. હામિદ, બે વર્ષ પહેલાં સુધી, પાકિસ્તાનનો સૌથી શક્તિશાળી માણસ માનવામાં આવતો હતો. તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના નજીકના લશ્કરી અધિકારી હતા.
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ,આઇઅસપીઆરએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આર્મી એક્ટ હેઠળ ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલ દ્વારા ફૈઝ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, અને આ પ્રક્રિયા ૧૫ મહિના ચાલી હતી.આઇએસપીઆર અનુસાર, ફૈઝ હમીદ સામે ચાર આરોપો પર કાર્યવાહી કરવામાં આવી હતી રાજકીય પ્રવૃત્તિઓમાં સંડોવણી, સત્તાવાર ગુપ્તતા કાયદાનું ઉલ્લંઘન, સત્તા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ અને સંબંધિત વ્યક્તિઓને ગેરકાયદેસર નુક્સાન પહોંચાડવું.
લાંબી અને કઠોર કાનૂની પ્રક્રિયા પછી, ફૈઝ હમીદને બધા આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જે ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ થી લાગુ થશે.સેનાએ જણાવ્યું છે કે ટ્રાયલમાં તમામ કાનૂની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું હતું. સેનાએ એમ પણ કહ્યું કે દોષિત ઠરેલા ફૈઝ હમીદને સંબંધિત ફોરમમાં અપીલ કરવાનો અધિકાર છે.