
એક મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સંબંધિત કેસમાં ૩,૦૩૪.૯૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી સાથે, રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સાથે સંબંધિત કેસોમાં કુલ ટાંચમાં લેવાયેલી રકમ વધીને ૧૯,૩૪૪ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ અટકાવવા અને બેંકોના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી, જેથી આ સંપત્તિઓ વેચાય કે છુપાવવામાં ન આવે.
સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલી અનેક એફઆઇઆરના આધારે ઈડ્ઢ તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિતની મોટી બેંકો દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે આરકોમ અને તેની ગ્રુપ કંપનીઓએ ભારત અને વિદેશની બેંકો પાસેથી મોટી લોન લીધી હતી. આ દેવામાંથી આશરે ૪૦,૧૮૫ કરોડ બાકી છે. આમાંથી ઘણી લોન એનપીએ બની ગઈ છે.
ઈડી તપાસમાં પ્રમોટર ગ્રુપની ઘણી કિંમતી મિલકતોની ખરીદીનો ખુલાસો થયો. આમાં મુંબઈમાં ઉષા કિરણ બિÂલ્ડંગમાં એક ફ્લેટ, પુણેના ખંડાલામાં એક ફાર્મહાઉસ અને અમદાવાદના સાણંદમાં જમીનનો મોટો ટુકડો શામેલ છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ૭૭.૧ મિલિયન શેર પણ ટાંચમાં લેવામાં આવ્યા છે. આ શેર રાયસી ઇન્ફિનિટી પ્રાઇવેટ લિમિટેડના નામે હતા.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ મિલકતો અનિલ અંબાણી પરિવારના ખાનગી કૌટુંબિક ટ્રસ્ટ રાયસી ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવી હતી. અનુસાર, આ ટ્રસ્ટનો હેતુ સંપત્તિઓને એકીકૃત કરવાનો, તેમને સુરક્ષિત કરવાનો અને બેંકોને અનિલ અંબાણીની વ્યક્તિગત ગેરંટીના દાયરાની બહાર રાખવાનો હતો. આનો અર્થ એ થયો કે જ્યારે બેંકો તેમના પૈસા વસૂલવાનો પ્રયાસ કરશે ત્યારે આ મિલકતો તેમની પહોંચની બહાર હશે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રચાયેલી એસઆઇટી દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. ભંડોળના ડાયવર્ઝન અને મની લોન્ડરિંગના ખૂણાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ઈડી કહે છે કે અસરગ્રસ્ત બેંકોને રાહત આપવા માટે કાયદાની યોગ્ય પ્રક્રિયા પછી મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલી સંપત્તિઓ જપ્ત કરી શકાય છે. એજન્સીએ સ્પષ્ટતા કરી કે તપાસ ચાલુ છે.