
છોટાઉદેપુર જિલ્લાના ખડકવાડા ગામ નજીક રેતી ભરેલી ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનો આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટાઉદેપુર એસ.એફ.હાઈસ્કુલમાં ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો અશ્ર્વિન રામસીંગભાઈ રાઠવા તથા ધો.-૯માં અભ્યાસ કરતો દિલારામ દિનાભાઈ રાઠવા એમ બે ના મોત નીપજયાં હતા. જયારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
છોટાઉદેપુરના કનાસ ગામના વતની અને છોટાઉદેપરની એસ.એફ.હાઈસ્કુલમાં ધો.-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા અશ્ર્વિન રાઠવા તેના અન્ય બે મિત્રો સાથે બાઈક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન ખડકવાડા ગામ નજીકથી પસાર થતી વેળાએ પુરપાટ ઝડપે આવતી રેતી ભરેલી ટ્રકે બાઈકને જોરદાર ટકકર મારતા ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. જયારે બાઈક પર સવાર બીજો યુવાન દિલારામ પણ ગંભીર રીતે ધાયલ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જયારે અન્ય યુવાન ગંભીર રીતે ધાયલ થતાં તેને છોટાઉદેપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા.