ચરણજીત ચન્નીના સમર્થકો કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે લડાઈના મૂડમાં,વારિંગના ભાષણ દરમિયાન ચન્નીના સમર્થનમાં સૂત્રોચ્ચાર

ચૂંટણી પહેલા ચરણજીત સિંહ ચન્નીને પંજાબની કમાન ન સોંપાતા તેમના સમર્થકો નારાજ છે

પંજાબ વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. જ્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસ ફરી એકવાર જૂથવાદનો સામનો કરી રહી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના સમર્થકો કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે લડાઈના મૂડમાં દેખાય છે. ચૂંટણી પહેલા ચરણજીત સિંહ ચન્નીને પંજાબની કમાન ન સોંપાતા તેમના સમર્થકો નારાજ છે. આનું તાજેતરનું ઉદાહરણ પટિયાલા અને સંગરુરમાં જાવા મળ્યું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના સમર્થકોએ આ બે જિલ્લામાં બે જિલ્લા પાર્ટી એકમના કાર્યક્રમો દરમિયાન હોબાળો મચાવ્યો હતો, અને તેમના પક્ષમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ભૂપેશ બઘેલ અને રાજા વારિંગની સામે બન્યું હતું. ભૂપેશ બઘેલ પંજાબ કોંગ્રેસના પ્રભારી છે, જ્યારે રાજા વારિંગ પંજાબ કોંગ્રેસના પ્રમુખ છે.પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે પટિયાલામાં પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ, ચન્નીના સમર્થકોએ “ચરણજીત સિંહ ચન્ની ઝિંદાબાદ” અને “ચન્ની લિયાઓ, પંજાબ બચાવો!” જેવા નારા લગાવવાનું શરૂ કર્યું. આ નારાઓને કારણે કાર્યક્રમ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. દેખીતી રીતે નારાજ વોરિંગે વારંવાર પાર્ટી કાર્યકરોને શિસ્ત જાળવવા અને સભા ચાલુ રાખવા દેવાની અપીલ કરી. જા કે, તેમની વિનંતીઓ છતાં, થોડા સમય માટે સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા, જેના પછી કાર્યક્રમ ફરી શરૂ થઈ શક્્યો.

બઘેલ સહિત વરિષ્ઠ નેતાઓએ સમગ્ર ઘટના જાઈ જ્યારે અન્ય નેતાઓએ કાર્યકરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો. સંગ્રુરમાં એક કાર્યક્રમમાં પણ આવા જ દ્રશ્યો જાવા મળ્યા, જ્યાં ચન્નીના સમર્થકોના એક જૂથે તેમના સમર્થનમાં અને બઘેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે ઘણા ચન્નીના સમર્થકો અન્ય પક્ષના કાર્યકરો સાથે ઉગ્ર દલીલમાં જાડાયા ત્યારે તણાવ વધ્યો. ચન્નીના એક સમર્થકે જલંધરના સાંસદને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે આ પાર્ટીના કાર્યકરોની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. જાકે, વાડિંગે આમ આદમી પાર્ટી પર સંગરુરમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માટે લોકોને મોકલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચન્નીએ આ લોકોને મોકલ્યા નથી. તેઓ અમારા માટે આદર અને ગૌરવનું પ્રતીક છે.

કોંગ્રેસના રાજ્ય પ્રભારી અને પાર્ટીના મહાસચિવ ભૂપેશ બઘેલે કહ્યું કે પંજાબ વિધાનસભા ચૂંટણી પછી પાર્ટીનું ટોચનું નેતૃત્વ મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને મંત્રીઓ અંગે નિર્ણય લેશે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ આવતા વર્ષે યોજાવાની છે. નેતૃત્વને લઈને વધી રહેલા ઝઘડા વચ્ચે, બઘેલે કહ્યું કે પાર્ટીમાં જે કોઈ પણ અનુશાસનહીનતા બતાવશે તેને દરવાજા બતાવી દેવામાં આવશે. શુક્રવારે અગાઉ, તેમણે પાર્ટીના રાજ્ય સંસ્થામાં કોઈપણ જૂથવાદનો ઇનકાર કર્યો હતો.

સાંસદ અમર સિંહ અને બ્રહ્મ મોહિન્દ્ર સહિત ઘણા અન્ય વરિષ્ઠ નેતાઓ પાર્ટીના “હર બૂથ, કોંગ્રેસ મજબૂત” કાર્યક્રમમાં હાજર હતા.બાઘેલે કહ્યું કે પંજાબના લોકો કોંગ્રેસને સારા અને લોકલક્ષી શાસન માટે એક વિકલ્પ તરીકે જાઈ રહ્યા છે. પક્ષની અંદર એકતાની અપીલ કરતા, બાઘેલે કહ્યું કે દરેક રાજકીય પક્ષમાં નાના મતભેદો હોય છે, જેને આપ ભાજપ અને અકાલી દળ સામે કોંગ્રેસની મોટી રાજકીય લડાઈ માટે ઉકેલી શકાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વધુ મજબૂત રીતે ઉભરી આવશે, કારણ કે બધા નેતાઓ અને કાર્યકરોનું સામાન્ય લક્ષ્ય પંજાબમાં કોંગ્રેસની સરકાર બનાવવાનું છે.