ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં વધુ ૧૩ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

ભાવનગર લઠ્ઠાકાંડ અને નકલી દારૂ કાંડ મામલે કાયદૃો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સઘન બની છે. આ કેસમાં તપાસ ચલાવતી એજન્સી દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહૃાા છે, જેના ભાગ‚પે આજે વધુ ૧૩ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને નામદૃાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આગળના ફરધર રિમાન્ડની માંગણી ન કરવામાં આવતા કોર્ટ દ્વારા આ તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડી હેઠળ (જેલ હવાલે) મોકલી આપવામાં આવ્યા છે.

અગાઉ ગૌતમ સોલંકી અને રઈશ સહિતના ૧૪ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદૃ, ૨ સપ્ટેમ્બરના રોજ આનંદૃ છાંડી સહિતના વધુ ૧૩ આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા સવારે ૧૧ વાગ્યે કોર્ટ સમક્ષ કડક સુરક્ષા વચ્ચે હાજર કરાયા હતા. તપાસ અધિકારીઓ દ્વારા વધુ રિમાન્ડની જ‚રિયાત નણાવાતા કોર્ટે તેમને જેલ ભેગા કરવાનો આદૃેશ આપ્યો છે. આ સાથે જ આ પ્રકરણમાં જેલ હવાલે થયેલા કુલ આરોપીઓની સંખ્યા વધીને ૨૭ પર પહોંચી ગઈ છે.

આજે કોર્ટ દ્વારા જેલ હવાલે મોકલાયેલા ૧૩ આરોપીઓની વિગતો આ મુજબ છે: ૧. અરિંવદૃ ઉર્ફે પાંડે સોલંકી,૨. સંજય ઉર્ફે ૪૦૪૦ મકવાણા,૩. નિતીનભાઈ ઉર્ફે મુના મોરી,૪. આનંદ છાંડી (મધ્યપ્રદૃેશ),૫. કિશોર ઉર્ફે પોચો સોલંકી,૬. મયુર સોલંકી,૭. સંજયભાઇ મોરી,૮. મુકેશ ઉર્ફે કચોરી બારૈયા,૯. સંજય ઉર્ફે ચકરમ બારૈયા,૧૦. નીર્મલિંસહ વાધેલા,૧૧. પાર્થરાજિંસહ ગોહીલ,૧૨. સંજય ચાવડા,૧૩. ભાગીરથિંસહ ગોહિલ

ભાવનગર નકલી દૃા‚કાંડમાં અત્યાર સુધીમાં એક પોલીસ કર્મચારી સહિત કુલ ૩૯ આરોપીઓની સ્ટેટ મોનિટિંરગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં નામજોગ ૨૧ આરોપીઓ પૈકી હજુ અંદૃાજે ૫ આરોપીઓની ધરપકડ બાકી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કાંડને ૧૪ દિવસ વીતી ગયા હોવા છતાં એસએમસીની તપાસ પૂરજોશમાં યથાવત છે. તપાસ દૃરમિયાન આરોપીઓ, મૃતકોના પરિવારજનો અને પોલીસ કર્મચારીઓ સહિત અનેક મહત્વપૂર્ણ વ્યક્તિઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

આ કરુણકાંડમાં કુલ ૬૧ લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી દૃુર્ભાગ્યવશ ૧૩ લોકોના મોત નીપજ્યા છે. જીસ્ઝ્રના અધિકારી ગગનજીત ગંભીર દ્વારા ભાવનગરમાં સતત છ દિવસ સુધી મેરેથોન તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વિસ્તૃત રિપોર્ટ ગૃહ વિભાગને મોકલી આપવામાં આવ્યો હોવાની વિશ્ર્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે.