ભાવનગરમાં આરોપીને ઘરમાં રાખવા બદલ કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

ભાવનગરમાં આરોપીને ઘરમાં રાખવાના ગુનામાં બે મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાંઆવી છે. આ અંગે વરજેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મારામારીના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં ૪ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે ફરાર આરોપી પાર્થ સહિત ૨ મહિલા કોન્સ્ટેબલને ઝડપી લીધા હતા. આમ આરોપીને પોતાના ઘરમાં રાખવા અંગે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય મકાનમાંથી દારૂની બોટલ પણ મળતા પોલીસે ગુનો નોંયો છે.

જેમાં નયના નામની મહિલા કોન્સ્ટેબલને મુંબઈ ખાતેથી ઝડપી લેવામાં આવી હતી. બાદમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.