ભાવનગર પરા યાર્ડનો ૧૨૫ કરોડમાં થશે કાયાકલ્પ, ભાવનગર તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને આધુનિક સુવિધા મળશે

ભાવનગરમાં રેલવે માળખું વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવે દ્વારા આશરેરૂ .૧૨૫ કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડ રિમોડેિંલગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર ટર્મિનસ પર ટ્રેનોના વધતા બોજને ઘટાડવામાં મદદ મળશે.રમતગમત સમાચાર

પ્રોજેક્ટ હેઠળ યાર્ડમાં ચાર લૂપ લાઇન, એક એન્જિન રિવર્સલ લાઇન તેમજ એઆરટી અને એઆરએમઇ સાઇિંડગનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ સ્ટેશન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોિંકગ બિલ્ડિંગને સ્થાનાંતરિત કરવાની કામગીરી હાથ ધરાશે.

આ ઉપરાંત આધુનિક ઇલેક્ટ્રિકલ અને સિગ્નિંલગ સિસ્ટમ વિકસાવવામાં આવશે. સ્થાનિક વાહનવ્યવહારને સરળ બનાવવા બે રોડ અંડર બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટથી મુસાફરોની સુવિધા માં પણ વધારો થશે. ભાવનગર પરા સ્ટેશન પર નવું હાઇ-લેવલ આઇલેન્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જ્યારે પ્લેટફોર્મ નંબર ૨ને પહોળું કરવામાં આવશે. મુસાફરોની અવરજવર સરળ બનાવવા હાલના ફુટ ઓવર બ્રિજનું વિસ્તરણ કરવામાં આવશે તેમજ એક નવો આધુનિક એફઓબી પણ બનાવવામાં આવશે.

ભાવનગર પરા યાર્ડના વિકાસથી રેલવે કનેક્ટિવિટી વધુ અસરકારક બનવાની અપેક્ષા છે. ટ્રેનોની કામગીરીમાં સુધારો થતાં ભાવનગર અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધા મળશે.