
૨૦૨૬ પંજાબ વિધાનસભા ચૂંટણી આવતા વર્ષે, એટલે કે ૨૦૨૭ માં યોજાવાની છે. શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એક બેઠક થઈ છે. આનાથી પંજાબના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. બેઠક બાદ, જાડાણ અંગેના પ્રશ્નો વચ્ચે, ભાજપે સ્પષ્ટતા કરી છે કે તે પંજાબની બધી ૧૧૭ વિધાનસભા બેઠકો પોતાના દમ પર લડવાની તૈયારી કરી રહી છે. ભાજપના પ્રવક્તા આરપી સિંહે જણાવ્યું હતું કે પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે અને પંજાબમાં એકલા ચૂંટણી લડશે.
ભાજપના પ્રવક્તા આરપી સિંહે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોગામાં એક રેલી દરમિયાન સ્પષ્ટ કરી દીધું હતું કે ભાજપ પંજાબની બધી ૧૧૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ તેની રણનીતિ અને ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુખબીર સિંહ બાદલ અને વડા પ્રધાન મોદી વચ્ચેની મુલાકાત અંગે તેમણે કહ્યું કે અકાલી દળના વડાએ પીએમ મોદી સાથે પંજાબની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદી નિયમિતપણે વિવિધ રાજ્યોના નેતાઓ સાથે મુલાકાત કરે છે, અને પંજાબ તેમના માટે ખાસ ચિંતાનો વિષય રહ્યો છે. બેઠક દરમિયાન, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સની સમસ્યા અને પેપર લીક સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સુખબીર સિંહ બાદલે વડા પ્રધાન સાથે પંજાબ સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીને પંજાબના ખેડૂતો સાથે વાત કરવાની સલાહ આપતા, ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો કે પંજાબના ખેડૂતો ઈ૨૦ ના પક્ષમાં છે અને તેનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષો સામે વિરોધ કરી રહ્યા છે. દેશના ખેડૂતો ઈ૨૦ મુદ્દાથી ખુશ છે, અને રાહુલ ગાંધીએ આ મુદ્દા પર પાયાના સ્તરે ખેડૂતો સાથે વાત કરવી જાઈએ.
કોંગ્રેસના પંજાબ પ્રભારી ભૂપેશ બઘેલે દાવો કર્યો હતો કે રાજ્યના લોકો આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળે તેની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. બઘેલે કહ્યું કે પંજાબના ૧૮ જિલ્લાઓનો પ્રવાસ કર્યા પછી, તેમણે લોકોમાં કોંગ્રેસ માટે ભારે ઉત્સાહ જાયો છે કારણ કે તેઓ આમ આદમી પાર્ટી સરકારથી કંટાળી ગયા છે, જેણે રાજ્યને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. દરમિયાન, વાડિંગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ આવતા વર્ષે પંજાબમાં સરકાર બનાવશે.