ઓગસ્ટમાં મોંઘવારીનો ફટકોઃ કાર, ટીવી-ફ્રિજ અને ચા-કોફી મોંઘા થઇ શકે છે

ઓગસ્ટમાં ફેસ્ટિવલ સિઝનની શરૂઆતની સાથે મોંઘવારી તમારી પ્રતીક્ષા કરી રહી છે. સવારની ચાથી લઈને કાર સુધી ઓગસ્ટમાં બધાના ભાવમાં વધારો થવાનો છે. વર્ષ ૨૦૨૬મા આ ત્રીજીવાર હશે, જ્યારે કંઝ્યુમર ગુડ્‌સ કંપનીઓ ભાવમાં વધારો કરવાની તૈયારીમાં છે. આ વખતે કિંમતોમાં ૬થી ૮ ટકા સુધીનો વધારો થઈ શકે છે.

ઓગસ્ટમાં ચા, હેર ઓયલ, કાર, ફ્રિજ, ટીવી, કપડા, કાર, સ્ટીલના વાસણ, કૂકર વગેરેની કિંમતમાં વધારો થઈ શકે છે. તહેવારની સિઝન પહેલા કિંમતોમાં વધારાથી ગ્રાહકોને ઝટકો લાગવાનો છે. રક્ષાબંધન, દશેરા, દિવાળીની સિઝન પહેલા કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્‌સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.જૂન ૨૦૨૬મા રિટેલ મોંઘવારી દર વધી ૪.૩૮ ટકા પર પહોંચી ગયો. માર્ચમાં સીપીઆઇ ૩.૯૩% હતો. ખાદ્ય મોંઘવારી દર ૫.૩૨ ટકા પર પહોંચી ગયો છે. મોંઘવારીના આંકડા ડરાવી રહ્યાં છે.

ઓગસ્ટમાં ઉપભોક્તાઓને ઝટકો લાગવાનું નક્કી છે. કંપનીઓની દલીલ છે કે ખાડી યુદ્ધને કારણે કાચા માલનો ખર્ચ વધ્યો, શિપિંગ કોસ્ટ વધવાથી તેનો ખર્ચ વધી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, ટ્રાન્સપોર્ટ્રેશન ખર્ચ વધવા અને કાચા માલની સપ્લાયમાં આવી રહેલી મુશ્કેલીને કારણે કંપનીઓએ ભાવ વધારા માટે મજબૂર થવું પડી રહ્યું છે.

ફેબ્રુઆરી ૨૦૨૬મા, જ્યારથી ઈરાન યુદ્ધની શરૂઆત થઈ છે, ઓટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકીએ બીજીવાર પોતાની કારના ભાવમાં વધારો કર્યો છે.કઈ-કઈ વસ્તુઓની કિંમત વધવાની છેઃ પેકેઝ્ડ ચા,હેર ઓયલ, રેફ્રિજરેટર,ટીવી,વોશિંગ મશીન,સ્માર્ટફોન,અપેરલ,પેસેન્જર વ્હીકલ,ખાડી યુદ્ધને કારણે કાચા તેલની કિંમતોમાં વધારો અને માલ પરિવહનના વધેલા ખર્ચને કારણે કંપનીઓ પર ખર્ચનું ભારણ વધી રહ્યું છે.

ભારતીય કરન્સી રૂપિયા પર દબાવને કારણે કંપનીઓ વધારાના ખર્ચનું ભારણ હવે ગ્રાહકો પર નાખવાની તૈયારી કરી રહી છે.ઓગસ્ટમાં મારૂતિ સુઝુકીની ગાડીઓ મોંઘી થવાની છે. કંપની કિંમતમાં ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. મારૂતિ સિવાય ૧ ઓગસ્ટથી હોંડાની કાર પણ મોંઘી થવાની છે. મર્સિડીઝ, ટાટા, મહિન્દ્રા પોતાની કારની કિંમતમાં વધારો કરી ચૂક્્યા છે. કંપનીનું કહેવું છે કે ઇનપુટ કોસ્ટ વધવાને કારણે તેણે ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. યુદ્ધ બાદથી વોશિંગ મશીન, ફ્રિજની કિંમતો ૧૦ ટકા સુધી વધી છે. ટીવીના ભાવમાં ૧૫ ટકા સુધીનો વધારો થયો છે. સ્માર્ટફોન પણ મોંઘા થયા છે. નફો જાળવી રાખવા માટે કંપનીઓ ભાવ વધારો કરવા માટે મજબૂર છે.