
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આડેધડ ફાયરિંગ કરીને ૧૬ લોકોની હત્યા કરનાર આતંકવાદીઓની ઓળખાણ થઈ ગઈ છે. આ બંને જણા બાપ-દીકરા હતા. સિડનીના બોન્ડી બીચ પર યહૂદીઓ જ્યારે તેમનો તહેવાર હનુકકાની ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન ૫૦ વર્ષીય સાજિદ અકરમ અને તેના ૨૪ વર્ષના દીકરા નવીદ અક્રમે બીચ પર ફેસ્ટિવલ માણી રહેલા લોકો પર ક્રૂરતાથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર ૨ શૂટરોએ ૨૦ મિનિટ સુધી મોનતનું તાંડવ રચ્યું અને તેમ ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા. આ બંને શૂટરોએ લગભગ ૨૦૦૦ લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ૪૦ લોકો ઘાયલ થયા હતા. ન્યુ સાઉથ વેલ્થ પોલિસે એક આતંકીને ત્યાં સ્થળ પર જ ઢેર કરી દીધો હતો અને એકને પકડી લીધી હતો. અને લોકોએ તેણે ખૂબ માર્યો હતો. તેમાંથી એક આતંકીની ઓળખ નવીદ અકરમ તરીકે થઈ છે અને તેનું પાકિસ્તાન સાથે કનેક્શન પણ નીકળ્યું છે.
બીચ પર હુમલો કરનારની ધરપકડ બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું છે નવીદ સિડનીના બોનીરિગમાં રહે છે. પોલીસે સિડનીમાં તેના ઘરે તપાસ કરી તો ત્યાં મળેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર નવીદ પાકિસ્તાનના લાહોરનો રહેવાસી છે અને સિડનીમાં તે અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી છે. તેનો એક ફોટો પોલીસને હાથ લાગ્યો છે જેમાં તે પાકિસ્તાનની ક્રિકેટની જર્સી પહેરેલો છે. નવીદની ઉંમર લગભગ ૨૪ વર્ષ છે અને તેની સાથે બીજો શૂટર જે લગભગ ૫૦ વર્ષનો હતો તે નવીદનો પિતા હતો. તપાસમાં બહાર આવ્યું કજે ઘટના સ્થળેથી સંદિગ્ધ હાલતમાં ૬ લાયસન્સ વાળા હથિયાર મળી આવ્યા છે. તેમણે વધુમાં કહયું કે સાજિદ પાસે લભાગ ૧૦ વર્ષથી ગનનું લાયસન્સ હતું. પોલીસે જણાવ્યું કે સંદિગ્ધમાં એક ગાડીમાં ઈંપ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ અને આઇએસઆઇએસનો લેગ પણ મળી આવ્યો છે. પોલીસબનું કહેવું છે બીચ પર જનલેવા હુમલો કર્યા પછી પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા ૫૦ વર્ષના શૂટર પાસે મનોરંજન સામે શિકાર કરવાનું લાયસન્સ પણ હતું. એનએસડબ્લ્યુ પોલીસ કમિશનર મેલ લેંયોનની કહેવું છે કે સાજિદ અકરમ એક ગન ક્લબનો સભ્ય હતો અને તેની પાસે રાજ્ય અને કાનૂન અંતર્ગત ફાયર આર્મ્સ રાખવાની પરમીશન અને અધિકાર પણ મળેલા હતા.
સિડનીમાં બીચ પર થયેલા હુમલામાં મારનાર લોકોની ઉમર ૧૦ વર્ષથી ૮૭ વર્ષની વચ્ચે છે.એનએસડબ્લ્યુના સ્વાસ્થ્ય મંત્રી રયાન પાર્કે પુષ્ટિ કરી છે કે સૌથિનની ઉંમરના બાળકે સિડની ચિલ્ડ્રન હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. આતંકી અકરમની માતા એક હાઉસવાઈફ છે અને અકરમ તેના આતંકી બાપ, ૨૨ વર્ષની નાની બહેન અને ૨૦ વર્ષના નાના ભાઈ સાથે રહેતો હતો. તે લોકોએ ૩ બેડરૂમ વાળી પ્રોપર્ટી ૨૦૨૪ માં ખરીદી હતી. આ પરિવાર પહેલા કેબ્રામેટામાં રહેતો હતો.