
યુએસની લશ્કરી તૈયારીઓ અને વાણી-વર્તન સૂચવે છે કે અમેરિકા ઈરાન પર હુમલો કરવા તૈયાર છે. જો કે, ઈરાન હજુ પણ શાંતિ વિશે વાત કરી રહૃાું છે. તાજેતરના એક નિવેદનમાં, ઈરાની વિદૃેશ મંત્રી સૈયદૃ અબ્બાસ અરાઘચીએ કહૃાું કે ઈરાન શક્ય તેટલી વહેલી તકે અમેરિકા સાથે ન્યાયી અને સમાન કરાર પર પહોંચવા માંગે છે. તેમણે કહૃાું કે બંને દૃેશો પાસે પહેલા ક્યારેય ન થયેલા કરાર પર પહોંચવાની ઐતિહાસિક તક છે.
અરઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદૃન આપ્યું છે. આ નિવેદન ગુરુવારે જીનીવામાં યોજાનારી તેહરાન અને વોિંશગ્ટન વચ્ચે પરોક્ષ પરમાણુ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડ પહેલા આવ્યું છે. બંને દૃેશો પહેલાથી જ બે રાઉન્ડની વાટાઘાટો કરી ચૂક્યા છે.
અરઘચીએ કહૃાું, “પાછલા રાઉન્ડમાં થયેલી સમજૂતીઓના આધારે, ઈરાન જિનીવામાં અમેરિકા સાથે વાટાઘાટો ફરી શ કરશે, જેનો હેતુ શક્ય તેટલા ઓછા સમયમાં ન્યાયી અને ન્યાયપૂર્ણ કરાર પર પહોંચવાનો છે.”
તેમણે ઉમેર્યું, “અમારી મૂળભૂત માન્યતાઓ સંપૂર્ણપણે સ્પષ્ટ છે: ઈરાન ક્યારેય કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં; અને અમે ઈરાનીઓ ક્યારેય આપણા લોકો માટે શાંતિપૂર્ણ પરમાણુ ટેકનોલોજીના લાભોનો ઉપયોગ કરવાના અમારા અધિકારનો ત્યાગ કરીશું નહીં.”
અરઘચીએ કહૃાું કે બંને પક્ષો પાસે પરસ્પર િંચતાઓને સંબોધવા અને સહિયારા હિતો પ્રાપ્ત કરવાની ઐતિહાસિક તક છે. તેમણે એમ પણ કહૃાું કે જો રાજદ્વારીને પ્રાથમિકતા આપવામાં આવે તો સોદૃો થઈ શકે છે.
આ નિવેદૃન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસે તાજેતરમાં મધ્ય પૂર્વમાં તેની લશ્કરી હાજરી વધારી છે. વધુમાં, યુએસ અને ઈરાન વચ્ચે પરોક્ષ પરમાણુ વાટાઘાટોના બે રાઉન્ડ થઈ ચૂક્યા છે. આ વાટાઘાટોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુએસ દ્વારા લાદૃવામાં આવેલા પ્રતિબંધો હટાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
મંગળવારે, ઈરાનના રાજકીય બાબતોના નાયબ વિદૃેશ પ્રધાન, માજિદ તખ્ત રવાંચીએ જણાવ્યું હતું કે ઈરાન અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા માટે જરી બધું કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાન સંપૂર્ણ નિષ્ઠા અને સકારાત્મક વલણ સાથે જીનીવા વાટાઘાટોમાં જશે જેથી કોઈ કરાર થાય.
તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે અમેરિકા પણ આવું જ સકારાત્મક વલણ અપનાવશે. તેમણે કહૃાું હતું કે જો બધા પક્ષો પાસે રાજકીય ઇચ્છાશક્તિ હોય, તો ટૂંક સમયમાં કરાર થઈ શકે છે.