
૨૫ ડિસેમ્બર એટલે કે ’ક્રિસમસ ડે’, જેને નાતાલ પણ કહેવામાં આવે છે. આજે આ ક્રિસમસ ડે નિમિત્તે અમદાવાદના સીએનઆઇ ચર્ચમાં એક ભવ્ય પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષોલ્લાસ સાથે ક્રિસમસ ડેની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર નાતાલના દિવસે દરેક ઘરમાં ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદના તમામ ચર્ચને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યા છે. રાતે ૧૨:૦૦ વાગે ભગવાન ઈસુના જન્મની પ્રાર્થના અને તેમની પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી ચર્ચની અંદર પ્રાર્થનાઓ કરવામાં આવે છે. દરેક ઘરમાં આવીને લોકો એકબીજાને નાતાલની શુભકામનાઓ પાઠવી. અહીંયા બાળકોને સાન્તાક્લોઝ ગિટ પણ આપે છે.
આ અંગે સી.એન.આઈ ચર્ચના ફાધર મનહર ગામેતીએ જણાવ્યું હતું કે, નાતાલ એ દિવસ છે કે, જ્યારે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. પોતાના જીવનમાં શાંતિનો સંદેશ ફેલાયો હતો. આજનો દિવસ ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે. હું બધાને નાતાલની શુભકામનાઓ આપું છું. પ્રભુ ઈસુ આનંદ અને શાંતિનો સંદેશ આપે છે, બધાને પ્રેમ કરે છે. સી.એન.આઈ અમદાવાદના ચર્ચમાં આજે નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ઈસુને યાદ કરવામાં આવે છે.
પ્રભુ ઈસુનો જન્મ ૨૦૨૫ પહેલા થયો હતો. તેમની યાદમાં નાતાલનો પર્વ મનાવવામાં આવે છે. આ પર્વ આનંદ, શાંતિ, પ્રેમ, સફળતા અને નમ્રતાનો પર્વ છે. તેમના જન્મદિવસે આજે અમે ચર્ચમાં ભેગા થઈને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, પ્રાર્થના કરવામાં આવી, ભજન અને કીર્તન પણ કરવામાં આવ્યું. હજારો લોકો એકઠા થયા હતા અને એકબીજાને નાતાલની શુભકામનાઓ આપી હતી. – ઈશુદાન ભાઈ, સી.એન.આઈ રાયખડ ચર્ચના કમિટી સભ્ય
સી.એન.આઇ ચર્ચના સભ્ય રાજેશ ક્રિશ્ર્ચને જણાવ્યું હતું કે, આજે પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. જેમની ખુશીમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે, ક્રિસમસ ડે મનાવવામાં આવી રહ્યા છે. ઇસાઈ ધર્મના લોકો સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાઈ છે. અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ચર્ચો છે, બધા જ ચર્ચામાં ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
એલ. વીના દેસાઈએ જણાવ્યું હતું કે, હું સીટીએમ થી આશાપુરા પ્રાર્થના કરવા માટે આવી છું. ક્રિસમસ ટ્રીની બહુ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, પ્રભુ ઈસુનો જન્મદિવસ છે. અત્યારે અમે બહુ જ હર્ષ, ઉલ્લાસ અને ઉત્સાહથી આ પર્વ મનાવી રહ્યા છીએ. આ અઠવાડીયામાં અમે આનંદ કરીશું, ત્યારાબાદ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.