અમદાવાદમાં પોલીસ ચોકીની સામે જ આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો

શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. ઠક્કરનગર પોલીસ ચોકીની સામે જ દિલીપ ઉર્ફે બકરો સોનકર નામના વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, આ હત્યાના બનાવમાં ભરત ચુનારા અને રોહિત ચુનારા નામના બે આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ કેસમાં રોહિત ચુનારા નામના એક આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય આરોપી ભરત ચુનારા અગાઉ પેરોલ પર બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આરોપીઓએ કયા સંજોગોમાં દિૃલીપ ઉર્ફે બકરો સોનકર પર હુમલો કર્યો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ શ‚ કરી છે. હાલ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.