એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ઈન્ડિયા એનો પરાજય, કેપ્ટન તિલક વર્માએ સદી ફટકારી

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬ ની ૮મી મેચમાં ઈન્ડિયા છ અને પાકિસ્તાન છ વચ્ચે મુકાબલો થયો. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી, પાકિસ્તાન છ એ ઈન્ડિયા છ ને મોટા માર્જિનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, પાકિસ્તાની ટીમ ૪૯.૨ ઓવરમાં ૩૧૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, ભારતીય ટીમ ૪૯.૧ ઓવરમાં ૨૬૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ, આમ ઈન્ડિયા છ સામે ૪૮ રનથી હારી ગઈ.

ભારત છ વતી કેપ્ટન તિલક વર્માએ સૌથી વધુ ૧૪૯ બોલમાં ૧૦૦ રન બનાવ્યા, જેમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા ફટકાર્યા. અભિષેક શર્મા અને તિલક શર્માએ ૭૦ રનનું યોગદાન આપ્યું. શાહબાઝ અહેમદે ૪૯ બોલમાં ૫૬ રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશી ફક્ત ૧૧ રન બનાવી શક્્યા. પાકિસ્તાન વતી અલી રઝા અને હસન નવાઝે ૩-૩ વિકેટ લીધી. મોહમ્મદ ઇમરાન રંધાવાએ ૨ બેટ્‌સમેનને આઉટ કર્યા, જ્યારે સુફયાન મોકીમ અને અહેમદ દાનિયાલે એક-એક વિકેટ લીધી.

પહેલાં, પાકિસ્તાન છએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાની ટીમ માટે શમીમ હુસૈન અને માઝ સદકતે ઇનિંગ્સ શરૂ કરી. બંનેએ પહેલી જ ઓવરથી ભારતીય બોલરોને નિશાન બનાવ્યા. આ જાડીએ માત્ર ૭.૫ ઓવરમાં પહેલી વિકેટ માટે ૬૬ રન ઉમેર્યા. હુસૈને ૨૩ બોલમાં ૩૩ રન બનાવ્યા, પરંતુ હર્ષિત રાણા સાથે થોડી બોલાચાલી બાદ તરત જ પોતાની વિકેટ ગુમાવી દીધી. આયુષ બદોનીની બોલિંગ પર હર્ષિત રાણાએ તેનો કેચ પકડ્યો.આ પછી થોડી વારમાં રાણાએ રોહેલ નઝીરને પણ આઉટ કર્યો. પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે ૬૭ રન થઈ ગયો. શરૂઆતના પછાડા પછી, હસન નવાઝે ઇનિંગની કમાન સંભાળી અને સદકત સાથે ત્રીજી વિકેટ માટે ૫૪ રન ઉમેર્યા. સદકતએ ૬૩ બોલમાં ૫૯ રન બનાવ્યા, પરંતુ સૂર્યાંશ શેડગેએ તેને આઉટ કરીને ભાગીદારી તોડી.

સદકતના આઉટ થયા પછી, કેપ્ટન અબ્દુલ સમદે હસન નવાઝને ટેકો આપ્યો. બંને બેટ્‌સમેનોએ ચોથી વિકેટ માટે ૬૫ રન ઉમેર્યા, જેનાથી પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં આવી ગયું. જાકે, સમદ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. રિંકુ સિંહ અને વિકેટકીપર કુમાર કુશાગ્રેએ તેને આઉટ કરવામાં ઉત્તમ સંકલન દર્શાવ્યું ત્યારબાદ ભારતીય બોલરોએ વાપસીનો પ્રયાસ કર્યો.

સૂર્યાંશ શેડગેએ હસન નવાઝને આઉટ કરીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો. નવાઝના આઉટ સમયે, પાકિસ્તાનનો સ્કોર ૩૮.૨ ઓવરમાં પાંચ વિકેટે ૨૩૦ રન હતો. જાકે, ફરહાન યુસુફે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી અને ટીમનો સ્કોર ૩૦૦ થી વધુ પહોંચાડ્યો. તેણે ૪૮ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા અને પાકિસ્તાન છ ને ૩૧૩ સુધી પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી.