આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસ,આજે નવેમ્બરે સંવિધાન ગૌરવ યાત્રાનું એલાન

તાજેતરમાં ભાજપ દ્વારા બિરામુંડા જન્મ જયંતી અવસરે આદિવાસી વિસ્તારમાં પ્રવાસ ખેડ્યો હતો, ભાજપ હવે એસસી સમુદાયને રીઝવવા પ્રવાસ કરશે. જેના ભાગરૂપે આવનાર ૨૬ નવેમ્બરે ભાજપ સંવિધાન ગૌરવ દિવસ ઉજવણી ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમોનું થકી કરશે. આ આયોજન અંગે આજે ભાજપ દ્વારા કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડા. અનિલ પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી.

પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ જણાવ્યું હતું કે, સંવિધાન પ્રત્યેનું સન્માન અને તેની રક્ષા ભાજપાના મૂળ વિચાર અને કાર્યપદ્ધતિમાં રહેલાં છે. સંવિધાનના અમલના સમયથી જ કલમ ૩૭૦ના મુદ્દે દેશની એકતા અને અખંડિતતા માટે ડા. શ્યામાપ્રસાદ મુખર્જીએ એક દેશમાં બે વિધાન, બે પ્રધાન નહીં ચાલેનો નારો આપ્યો હતો. જેને અનુરૂપ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગર ખાતે હાથીની અંબાડી પર બાબાસાહેબ ડા. આંબેડકરજીના સંવિધાનની ગૌરવપૂર્ણ પદયાત્રા યોજી હતી.

૨૬ નવેમ્બરે ભાજપ સંવિધાન ગૌરવ દિવસ ઉજવણી અન્વયે યોજાનાર કાર્યક્રમો રૂપરેખા આપતા ગૌતમ ગેડિયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૬ નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિને અમદાવાદના ટાગોર હોલ ખાતે સાંજે ૪ વાગ્યે કેન્દ્રીયમંત્રી જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે, આટલું નહીં રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં વોર્ડ સ્તરે પણ યાત્રાઓ યોજાશે.

આ ઉપરાંત આજની પેઢીમાં સંવિધાન અંગે વધુ જાગૃતિ લાવવા સેલ્ફી વિથ સંવિધાન અને સંવિધાન આધારિત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંવિધાન અમારું ગૌરવ, સંવિધાન અમારું સન્માનના હેશટેગ સાથે રાજ્યભરમાં યુવાનોનો સંપર્ક કરવામાં આવશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ ૨૬થી ૨૯ નવેમ્બર દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનો સાથે સંવિધાન વિષયક સંવાદ અંગેની રૂપરેખા ઘડાઈ હોવાનું ગૌતમ ગેડિયાએ અંતે ઉમેર્યું હતું.

વધુમાં ભાજપના સંવિધાન ગૌરવ યાત્રા અંગેના કોંગ્રેસના પ્રહાર અંગે પ્રદેશ પ્રવક્તા ડા. અનિલ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૪૯ બંધારણીય સભા દ્વારા સ્વીકૃત થયેલું ભારતનું સંવિધાન માત્ર કાયદાનું પુસ્તક નથી, પરંતુ દેશના નાગરિકોના અધિકારો, સમાનતા, સ્વતંત્રતા, લોકશાહી અને રાષ્ટ્રની એકતા-અખંડિતતાનો જીવંત દસ્તાવેજ છે. અગાઉ ૨૬ નવેમ્બર કાનૂન દિવસ તરીકે ઓળખાતો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં ડા. બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ૨૬ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ત્યારથી સમગ્ર દેશમાં સંવિધાનના મહ¥વ, નાગરિકોના અધિકારો અને ફરજા અંગે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

ડા. અનિલ પટેલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાલથી એટલે કે વર્ષ ૧૯૭૫ની કટોકટી ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના શાસનમાં નાગરિકોના મૂળભૂત અધિકારો, પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યોનું હનન થયું હતું. ત્યારબાદ પણ કોંગ્રેસના વિવિધ શાસનકાળમાં સંવિધાનમાં વારંવાર એવા સુધારા કરવામાં આવ્યા, જેના કારણે લોકશાહી વ્યવસ્થા અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા સામે પ્રશ્નો ઊભા થયા. કોંગ્રેસના શાસનમાં કલમ ૩૫૬નો વારંવાર ઉપયોગ કરીને ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરતરફ કરવામાં આવી. શાહબાનો કેસમાં કાયદાકીય ફેરફાર, નરસિંહારાવ સરકાર દરમિયાનનો કેશ ફોર વોટ કાંડ અને મનમોહનસિંહ સરકારના સમયમાં નેશનલ એડવાઇઝરી કાઉન્સીલ મારફતે ચૂંટાયેલી સરકારની સત્તાની બહાર સમાંતર સત્તાકેન્દ્ર ઊભું કરવાના પ્રયાસો કોંગ્રેસની બંધારણ વિરોધી કાર્યપદ્ધતિ દર્શાવે છે.

રાહુલ ગાંધી દ્વારા જાહેરમાં પોતાની જ કેન્દ્ર સરકારના વટહુકમની નકલ ફાડવાની ઘટના પણ સંસદીય અને બંધારણીય પ્રક્રિયાઓ પ્રત્યેના તેમના અપમાનજનક વલણનું ઉદાહરણ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપા અને એનડીએ સરકારે સંવિધાનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આમ ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન દ્વારા આ જ સંદેશ જન-જન સુધી પહોંચાડવા અંગેની કાર્યક્રમો ઘડાયા છે ભાજપે ચૂંટણી પૂર્વ બંધારણ દિવસની ઉજવણી સાથે ગ્રાઉન્ડમાં જવાનો રણનીતિ બનાવી છે.